કેટલાક ખાસ રંગના કપડાં હમેશા છોકરીઓના વોર્ડરોબમાં જોવા મળે છે જ્યારે પણ ક્યાં રંગના કપડાં પહેરવા તે અંગેની મુંઝવણ ઉભી થાય તો આપણે એ જ ખાસ રંગના કપડાં પહેરી લઇએ છીએ. આવા જ ખાસ રંગમાંથી એક રંગ છે બ્લેક. જેની ફેશન ક્યારેય જતી નથી અને બધી ઋતુમાં તે બ્લેક કલર ફેશન ટ્રેન્ડ તરીકે કામ કરે છે. બ્લેક કલર માત્ર તમને ક્લાસી લુક જ નહીં આપે, પરંતુ જ્યારે તમે આ કલરના પોશાક પહેરશો, ત્યારે તમે સ્લિમ અને ફીટ પણ દેખાશો. આ જ કારણ છે કે મોટાભાગની સ્ત્રીઓ બ્લેક રંગને પસંદ કરે છે. આ સિવાય પણ ઘણા કારણો છે કે જેનાથી બ્લેક કલર હંમેશા ફેશન વલણમાં રહે છે. તેની સરખામણીમાં, બાકીના પોશાકનો રંગ પણ ફિક્કો પડી જાય છે. શિયાળા અથવા ઉનાળામાં તમે હંમેશાં બ્લેક આઉટફિટ પહેરી શકો છો. આ રંગ એવરગ્રીન છે, જેને તમે વર્ષ દરમિયાન કોઈપણ સમયે પહેરી શકો છો. જ્યારે લીલો, નારંગી અથવા પીળો જેવા રંગ ઉનાળાની ઋતુમાં ઠંડકની લાગણી આપે છે,પરંતુ કાળા રંગને હંમેશા પસંદ કરવામાં આવે છે. શિયાળાની ઋતુમાં ગરમ કપડા માટે બ્લેક કલર પસંદ કરી શકાય છે, તે તમારા લુકને ક્લાસી બનાવશે સાથે જ તમે સ્ટાઇલિશ પણ લાગશો. બ્લેકમાં તમારી વ્યક્તિત્વને વધારવાની ક્ષમતા છે. ખાસ વાત એ છે કે દરેક વયના લોકો તેને તેના કપડાનો ભાગ બનાવી શકે છે. અને આ બ્લેક કલરના કપડા પહેરવાથી તમારી પર્સનાલિટી પણ સારી પડી શકે છે. બ્લેક કલરના કપડાં ઓફિસિયલ લુકની સાથે કેઝ્યુઅલ લુક પણ આપે છે તેથી તમે બિઝનેસ મિટિંગ અથવા તો પાર્ટી કે મેરેજમાં બ્લેક આઉટફીટ પહેરી સુંદર દેખાય શકો છો. તમે કાળા રંગના કપડાને કોઈપણ રંગના કપડા સાથે મેચ કરી શકો છો. ડેનિમ જિન્સ અને બ્લેક ટોપ, કોઈપણ રંગની સાડી સાથે બ્લેક રંગનું બ્લાઉઝ અથવા તો કોઈપણ રંગના ટીશર્ટની સાથે બ્લેક સ્કર્ટ સાથે મેચ કરી અલગ લુક ધારણ કરી શકો છો. તમે બ્લેક આઉટફિટ સાથે લાઈટ મેકઅપ કરીને પણ ખુબ જ સુંદર દેખાઈ શકો છો. બ્લેક કલરના કપડાની સાથે તમે બ્લેક એસેઝરીઝનો ઉપયોગ કરીને એક સ્ટાઈલિશ લુક આપી શકો છો. આવા જ કારણોથી બ્લેકની ફેશન ક્યારેય જતી નથી અને આથી બ્લેક કલરના કપડાં હમેંશા લોકોની પહેલી પસંદ રહી છે.