રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ શુક્રવારે જાહેરાત કરી હતી કે ગ્રાહકોની ફરિયાદોના નિવારણને લગતી પદ્ધતિઓ એકીકૃત કરવામાં આવશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે ત્રણેય મિકેનિઝમ્સને એક લોકપાલ હેઠળ લાવવામાં આવશે. નોંધનીય છે કે હાલમાં બેન્કિંગ, નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપનીઓ અને ડિજિટલ ટ્રાંઝેક્શન માટે ગ્રાહક ફરિયાદ માટે ત્રણ નિવારણ પદ્ધતિઓ છે. આ ત્રણેય સિસ્ટમોને નવી સિસ્ટમમાં સાથે લાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
RBIના ગવર્નરે શુક્રવારે કહ્યું હતું કે વૈકલ્પિક વિવાદ નિવારણ મિકેનિઝમને સરળ અને વધુ જવાબદાર બનાવવા માટે અને ઓમ્બડ્સમેન યોજનાઓને એકીકૃત કરવાનો અને ‘એક રાષ્ટ્ર એક લોકપાલ’ અભિગમ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.તેમણે કહ્યું કે આ પગલાનો ઉદ્દેશ ફરિયાદોના નિવારણથી સંબંધિત પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો છે. આ સિસ્ટમ હેઠળ, બેંકો, એનબીએફસી કંપનીઓ અને પ્રિપેઇડ પેમેન્ટની સુવિધા આપતી નોન-બેંક ઇશ્યુઅર્સને એકીકૃત સિસ્ટમ હેઠળ તેમની ફરિયાદો નોંધાવવા માટે એક પ્લેટફોર્મ મળશે.
જો તમે તમારી હોમ લોન, ઓટો લોન કે કોઈ પણ પ્રકારની લોન લીધી છે તો તે હાલ સસ્તી થશે નહિ. આવું એટલા માટે છે કારણ કે રિઝર્વ બેન્કે તેના રેપો રેટને 4 ટકા અને રિવર્સ રેટને 3.35 ટકા યથાવત રાખ્યો છે.રિઝર્વ બેન્ક દર બે મહિને દરોને બદલવા અથવા બદલવા અંગે બેઠક કરે છે. તેમાં તેમની 6 લોકોની ટીમ હોય છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે 2021-22 માટે GDPમાં 10.5%ના ગ્રોથનું અનુમાન વ્યક્ત કર્યું છે. MPCની બેઠક બુધવારે 3 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી.
RBIએ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યા નથી. એટલે કે રેપોરેટ 4 ટકા અને રિવર્સ રેપોરેટ 3.35 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.રિઝર્વ બેન્કે કહ્યું, લોકોને ડિજિટલ પેમેન્ટ સેવામાં આવતી કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે દરેક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને એક 24*7ની હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે.હવે સામાન્ય રોકાણકારોને પણ રિઝર્વ બેન્કમાં ગિલ્ટ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપવામાં આવશે. નાના રોકાણકારો હવે પ્રાઈમરી એન્ડ સેકેન્ડરી ગવર્નમેન્ટ બોન્ડમાં રોકાણ કરી શકશે, CRR વધશે.