મોરબી: CNG,PNG ગેસના ભાવમાં ઘટાડો
મોંઘવારી વચ્ચે જનતા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે જેમાં સીએનજી પીએનજી દેશના ભાવમાં સરકાર દ્વારા રાહત આપવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે 7 એપ્રિલ ગુરૂવારના રોજ પીએનજી અને સીએનજીની કિંમતો નક્કી કરવા માટે નવી ફોર્મ્યુલા ને મંજૂરી આપી હતી ત્યારે 8 એપ્રિલના રોજ ભાવમાં ઘટાડો કરાતા આમ જનતામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.
જેમાં ખાસ મોરબી પંથક ની વાત કરીએ તો ગુજરાત ગેસમાં રૂપિયા 6.26 ઘટાડો કરવામાં આવ્યો છે CNG રીક્ષા ચાલકો મધ્યમ વર્ગીય પરિવારમાં કાર ચાલકમાં ખુશી લાગણી છવાઈ ગઈ છે
જૂનો ભાવ : 78.52
નવો ભાવ: 72.26
ટોટલ: 6.26 નો ઘટાડો
અદાણી ટોટલ ગેસમાં પણ ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે
સરકાર દ્વારા કોમર્શિયલ અને ડોમેસ્ટિક ગેસના ભાવ નક્કી કરવાની નવી ફોર્મ્યુલા લાગુ થયા બાદ દેશમાં CNC અને PNGના વપરાશકર્તાને મોટી રાહત મળી રહી છે. અદાણી ટોટલ ગેસ દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ. 8.13 અને પીએનજીના ભાવમાં રૂ. 5.06 પ્રતિ ઘન સેન્ટીમીટરનો ઘટાડો કરવામાં આવ્યો છે. કંપની દ્વારા કરવામાં આવેલો આ ઘટાડો 8 એપ્રિલથી જ અમલમાં આવ્યો છે. આ નિર્ણયને આવકારતાં અદાણી ટોટલ ગેસે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જારી કરાયેલી નવી ગેસ કિંમત નિર્ધારણ માર્ગદર્શિકાનો મોટી સંખ્યામાં PNG અને CNG ગ્રાહકોને ફાયદો થશે.
કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે પાઇપ નેચરલ ગેસ (પીએનજી) અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ની કિંમતો નક્કી કરવા માટેની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે. ગેસની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભારતીય બાસ્કેટ સાથે જોડવામાં આવી હતી.
શું હશે નવી ફોર્મ્યુલા ??
નવી ફોર્મ્યુલા હેઠળ ગેસની કિંમત દર મહિને નક્કી કરવામાં આવશે. જૂની ફોર્મ્યુલા હેઠળ દર 6 મહિને ગેસની કિંમત નક્કી કરવામાં આવતી હતી. જ્યારે, હવે નેચરલ ગેસના ભાવ માટે ઈન્ડિયન ક્રૂડ બાસ્કેટના છેલ્લા એક મહિનાના ભાવને આધાર તરીકે લેવામાં આવશે.