મોરબી: રાજપર ગામે ચાલતા હવાઈમથક ને વેગ આપવા કાંતિભાઈ એ કરી રજુઆત
મોરબી માળીયા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ હંમેશા પ્રજાના કામ માં રસ દાખવતા આવ્યા છે પ્રજાના પ્રશ્ન ને ફરીએકવાર વાચા આપવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને રૂબરૂ મળીને ત્રણ પ્રશ્નોનોને લઈને રજુઆત કરી હતી
જેમ ખાસ કરીને રાજપર ખાતે ચાલતા હવાઈ મથકનું કામ ઝડપ થી પૂરું કરવા સૂચન કર્યું હતું જેમાં ત્રણ પ્રશ્નની રજુઆતમાં હવાઈમથક ની ખાસ રજુઆત જે ઘણા સમય થી ગોકળગતી એ ચાલતું હતું જે હવે કાંતિલાલ ધારાસભ્ય ના ધ્યાન માં આવતા સરકારમાં રજુઆત કર્યા બાદ વેગ પકડશે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી
કાંતિભાઈ દ્વારા 3 મુદ્દાને લઈને મોદીજીને રજુઆત કરવામાં આવી હતી જેમા
(1) મોરબીને અન્ય રાજ્યો સાથે જોડતી ડેઇલી ટ્રેનની સુવિધા
(2) મોરબીના રાજપર ગામ મુકામે ચાલી રહેલા એરપોર્ટ નું કામ જલ્દી પૂરું કરી મોરબી ના હવાઈ સુવિધા ત્વરિત આપવા બાબત
(3) મોરબી જિલ્લાનો કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ફાળવવા બાબત.
જેવી બાબતો એ કાંતિભાઈ દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદી સાથે દિલ્લી ખાતે કરવામાં આવેલી રજૂઆતોથી મોરબીના લોકોને લાગી રહ્યું છે કે હવે મોરબીની ડિઝાઇન બદલી રહી છે.