Friday, November 22, 2024

રાજકોટમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 15,349ને પાર,આજે એકનું કોરોનાથી મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

રાજકોટમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 15349 પર પહોંચી છે. શહેરમાં અલગ અલગ હોસ્પિટલમાં 157 દર્દી સારવાર હેઠળ છે. બુધવારે 45 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. જયારે ગુરુવારે રાજકોટ ગ્રામ્ય લેવલે 1 દર્દીનું કોરોનાથી મૃત્યુ થયું છે તેમ જ રાજકોટ જિલ્લામાં 51 માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન છે. જેમાં ગોંડલના પાટીદડ, કુવાડવા, જસદણમાં હરિદર્શન, ઉપલેટા, જેતપુરમાં રાધેશ્યામનગર, પડધરીના ખજુરડીને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં રાખવામાં આવ્યા છે. આજ દિવસ સુધીમાં કુલ 5,72,255 નાગરિકોના ટેસ્ટ કરાયા છે. જેમાં પોઝિટિવિટી રેટ 2.68 ટકા રહ્યો છે.

રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. બુધવારે શહેર અને જિલ્લામાં 41 કેસ નોંધાયા હતા. હોસ્પિટલમાં ફરી ગઇકાલે બુધવારે શૂન્ય મોત નોંધાયું છે. જયારે ગુરુવારે 1 નું કોરોનાથી મોત નોંધાયું છે.બીજી તરફ આરોગ્ય વિભાગ અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને વેક્સિન આપવામાં આવે છે તેમાં 12 સ્થળ પર 410 કર્મચારીને વેક્સિન આપવામાં આવી હતી.

કાર્યરત માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનના ગ્રામ્ય લેવલે ગંગાભુવન-જસદણ,જીનેશ્વર કૃપા-જેતપુર,વાળી વિસ્તાર,ખોડાપીપળ-પડધરી,ધર્મજીવન શાળા પાસે-લોધીકા,સ્ટાફ કવાર્ટર્સ,કોલીથલ-ગોંડલ, જમનાવડ રોડ-ધોરાજીને જાહેર કરવામાં આવ્યા છે જયારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોઈ જ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત નથી.સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં 2428 બેડો ઉપલબ્ધ છે.રાજકોટ ગ્રામ્યમાં ગુરુવારે કોરોનાથી 1 મોત થયું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર