Monday, November 25, 2024

દિલ્હી: કૃષિ કાયદાના વિરોધમાં મંડી હાઉસ ખાતે વિદ્યાર્થી સંગઠનોનો દેખાવો.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

દિલ્હીના મંડી હાઉસ ખાતે અનેક વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ માર્ચ કાઢીને ખેડૂતોના સમર્થન અને કૃષિ કાયદાઓનો વિરોધ કર્યો હતો. પરંતુ દિલ્હી પોલીસે કલમ 144 લાગુ કરી દીધી છે. વિદ્યાર્થી સંગઠનોને પરત ફરવા જણાવ્યું હતું. વિદ્યાર્થી સંગઠનો મંડી હાઉસથી જંતર-મંતર સુધી રેલી કરવા અડગ રહયા હતા.
આ વિરોધ પ્રદર્શનમાં NSUI, AISA, AIPWA, CYSS સામેલ થયા હતા. દિલ્હી પોલીસે કોરોનાને લીધે મંડી હાઉસના આસપાસના વિસ્તારમાં કલમ 144 લગાવી અને કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ અહીંથી પાછા નહીં જાય તો તેમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. મંડી હાઉસની સ્થિતિ તંગદિલીભરી રહી હતી. વિદ્યાર્થી સંગઠનો તેની રજૂઆત કરતા જોવા મળ્યા હતા. પોલીસની મનાઈ હોવા છતાં કેટલાક વિદ્યાર્થીઓ રસ્તા પર બેસી ગયા હતા. પોલીસ તેમને ફરીથી પાછા જવાનું કહેતી રહી. વિદ્યાર્થી સંગઠનોએ પોલીસ વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ધરપકડ કરાયેલા ખેડૂતોને મુક્ત કરવાની માંગ કરી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર