Saturday, November 23, 2024

ટંકારામાં આઈસીડીએસ કચેરી દ્વારા સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળો યોજાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા: ટંકારામાં આઈસીડીએસ કચેરી દ્વારા સુપોષિત અભિયાન મેળો યોજાયો હતો. જેમાં મહિલા અને બાળ વિકાસ યોજનાના ચેરમેન સરોજબેન વાઘજીભાઈ ડાંગરોયા, તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયા, જીલ્લા પંચાયત સદસ્ય કમળાબેન ચાવડા, પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ચારોલા,મામલતદાર કે. જી. સખીયા, તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન સિંહ જાડેજા, સમાજ સુરક્ષા વિભાગના રંજનબેન મકવાણા, ગીતાબેન, વાઘજીભાઈ ડાંગોરિયા, પ્રભુલાલ કામરીયા, નથુભાઈ કડીવાર, અશોકભાઈ ચાવડા , સંજયભાઈ ભાગીયા, કિરીટભાઈ અંદરપા, રૂપસિંહ ઝાલા, બીપીનભાઈ પ્રજાપતિ તથા અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા માર્ગદર્શન અપાયેલ શાખાના ભાવનાબેન દ્વારા એનેમિયા હિમોગ્લોબીન આહાર અને અંગત સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપેલ. શિક્ષણ શાખાના કલ્પેશભાઈ દ્વારા શિક્ષણ યોજના અને શિષ્યવૃત્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સેલ્ફ ડિફેન્સ અંગે સંસ્કૃતિબેન, હર્ષવીબેન, ધનીશાબેન દ્વારા દાવો કરાવી સ્વ બચાવ અંગે માર્ગદર્શન આપ્યું હૂત. જયારે રંજનબેન મકવાણા દ્વારા વિધવા સહાય, વિકલાંગ સહાય, અનાથ સહાય, પોસ્કો એકટ અંગે તેમજ નમીરાબેન બલોચ દ્વારા ૧૮૧ અભય મહિલા હેલ્પલાઇનનો લાભ લેવા અંગે માહિતી આપવામાં આવી હતી લખધીરગઢ આંગણવાડીની કિશોરીઓ દ્વારા સ્વાગત ગીત, મીતાણા આંગણવાડીની કિશોરી દ્વારા ભરતનાટ્યમ રજૂ કરવામાં આવ્યું હતું કૃણાલી નિમાવત દ્વારા પૂર્ણ યોજના, મનીષાબેન ભાગ્યા દ્વારા આંગણવાડી કેન્દ્ર ઉપર મળતા લાભો અંગે અભિપ્રાય રજૂ કરાયા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર