મોરબીના મહેન્દ્રનગરમાંથી રોકડ સહિત 37 હજારના મતામાલની ચોરી
મોરબી: ગતા રાત્રીનાં અગિયાર વાગ્યાના સમયે પીપરવાડી વિસ્તારમાં સાનિધ્યપાર્ક -૧ મહેન્દ્રનગરમા રહેણાંક મકાનમાંથી મોબાઈલ ફોન તથા રોકડ રકમ સહિત ૩૭ હજારના મતામાલની તસ્કરો ચોરી કરી ગયા હોવાની ભોગ બનનાર યુવકે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના પિપરવાડી વિસ્તાર, સાનિધ્યપાર્ક-૧ મહેન્દ્રનગરમા રહેતા રવીભાઈ રામજીભાઇ સીણોજીયા (ઉ.વ.૨૫) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૧૩-૦૩-૨૦૨૩ ના રાત્રીના અગીયારેક વાગ્યાથી ૧૪-૦૩-૨૦૨૩ ના સવારના સાતેક વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે મેઇન દરવાજાનો લોક ખોલીને મકાનમા આવેલ કબાટમા રાખેલ રોકડ રૂ.૨૨,૦૦૦/- તથા એક વીવો કંપનીનો મોબાઇલ VIVO Y83 કિ.રૂ. ૫૦૦૦- વાળો તથા VIVO T1 5G તથા POCO M3 કિ.રૂ. ૫૦૦૦/- વાળો મોબાઇલ મળી કુલ રૂપીયા-૩૭,૦૦૦/- ની મતાની ચોરી કરી લઇ ગયો હવાની ભોગ બનનાર રવીભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ -૩૮૦,૪૫૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.