મોરબી તથા સાણંદ વિસ્તારમાં ચોરીના ગુન્હામા છ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
મોરબી: મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન તથા સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીના ગુન્હામા છ માસથી નાસતો ફરતો આરોપીને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
ગઇ તા.૩૦-૩૧/૦૮/૨૦૨૨ ના રોજ રાત્રીના મોરબી શનળા રોડ ઉપર આવેલ સમયના ગેઇટ પાસે આવેલ “બજરંગ સેલ્સ એજન્સી ” નામની દુકાનના તાળા રાત્રીના સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે તોડી દુકાનમાં પ્રવેશ કરી દુકાનમાંથી પાન બીડી, સીંગારેટ, ગુટખા, સોપારી તથા સાબુ, સેમ્પુ વિગેરે મળી કુલ રૂ. ૧,૫૪,૫૦૦/- ના માલમત્તાની ચોરી થયા અંગેની ફરીયાદ અમીતભાઇ મગનભાઇ અંબાણી રહે, મોરબી વાળાએ અજાણ્યા ચોર ઇસમ સામે મોરબી સિટી એ ડીવીજન પોલીસ સ્ટેશન એ પાર્ટ ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦ મુજબ ગુન્હો રજીસ્ટર થયેલ હોય જેમા કુલ-૪ (ચાર) આરોપીઓની અગાઉ ધરપકડ થયેલ હોય તે ગુન્હામા આરોપી છેલ્લા છ માસથી નાસતો ફરતો હોય તેમજ આરોપીએ સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી કરેલ હોય તેમા પણ નાસતો ફરતો હોય જેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસને ખાનગીરાહે બાતમી મળેલ કે નાસતો ફરતો આરોપી રવાપર ધુનડા ચોકડી નજીક હોવાની બાતમીના આધારે આરોપી સુરેશભાઇ ઉર્ફે કૈંકડો અશોકભાઇ ગાવડીયા રહે. જેતપુર(કાઠી) ધોરાજીરોડ જાગૃતિ સોસાયટી ચંદન આઇસ્ક્રીમ વાળી શેરી વાળાને પકડી પાડી આગળની કાર્યવાહી કરવામા આવેલ છે.