Saturday, January 18, 2025

મોરબીના રાજપર રોડ ઉપર ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ઘુસી જતા બાઈક સવારનું મોત

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના રાજપર રોડ ઉપર આવેલ હનુમાનજી મંદિર પાસે આવેલ ધર્મેન એસ્ટેટના બોર્ડ નજીક ટ્રેકટર ચાલકે કોઈપણ જાતના સિગ્નલ આપ્યા વગર વાળતા વાળતા પાછળ ટ્રોલીની સાથે બાઈક અથડાતાં શરીરે ગંભીર ઈજા પહોંચતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના કાકાએ આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે

મળતી માહિતી મુજબ મોરબી રવાપર રોડ, તિરૂપતિ સોસાયટી અંજતા નિશાળની બાજુમાં આલપ રોડ પર રહેતા ખેંગારભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.૫૫) એ આરોપી મહિન્દ્રા કંપનીનું ટ્રોલી સાથેનું ટ્રેક્ટર જેના એન્જિન/ ચેસિસ નં- NJTH00417 ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૭-૦૨-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે મહીન્દ્રા કંપનીના ટ્રોલી સાથેનુ ટ્રેક્ટર એન્જીન/ચેસીસ નં- NJTH00417 ના ચાલકે પોતાના હવાલા વાળુ ટ્રોલી સાથેનુ ટ્રેક્ટર હનુમાનજી મંદિરથી આગળ રાજપર ગામ તરફ જતા નેચી કાચો રસ્તો આવતો હોય તે બાજુ કોઇ પણ જાતના ઇન્ડીકેટર કે સંકેત આપ્યા વગર બેદરકારીથી વાળતા તેની પાછળ ફરીયાદીનો ભત્રીજો પોતાની મોટરસાયકલ રજીસ્ટર નં- GJ-36-AB-7195 નુ લઇને આવતા હોય તે ટ્રેક્ટર ટ્રોલીની પાછળ જમણી સાથે અથડાઇ એક્સીડન્ટ થતા માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતા મોત નિપજાવી ટ્રેક્ટર ચાલક પોતાનુ ટ્રેક્ટર લઇ નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના કાકા ખેંગારભાઈએ આરોપી ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ ૨૭૯, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર