વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ છેલ્લા દસ વર્ષથી નાસતો ફરતો હોય જેને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કરાયું હોય જે અંતર્ગત મોરબી જીલ્લા એસ.પી. એસ. આર. ઓડેદરા અને એલસીબી પીઆઈ વી. બી. જાડેજાની સુચનાથી પી.એસ.આઇ. એન. બી. ડાભીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ ટીમના પેટ્રોલિંગ દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસમાં અપહરણના ગુન્હામાં છેલ્લા દસ વર્ષથી નાસતા ફરતા આરોપી મહેરબાનસિંહ પીરૂલાલ મામોલીયા (ઉ.વ.29, રહે. કોટડાસાંગાણી જી. રાજકોટ, મૂળ એમ.પી.)ને ખાનગી બાતમીના આધારે કોટડાસાંગાણી નજીકના લોઠડા ગામ પાસેની રેનો સ્લાઈડ કારખાનામાંથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
મોરબી પેરોલ ફર્લો સ્કવોડની આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી. બી. જાડેજા, પીએસઆઈ એન બી. ડાભી, પેરોલ ફર્લો સ્કવોડના એએસાઈ રસિકભાઈ ચાવડા, સંજયભાઈ પટેલ, રજનીભાઈ કૈલા, કૌશિકભાઈ મારવણીયા, હેડ કો. વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, જયવંતસિંહ ગોહિલ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઈ વાઘેલા, કો. બ્રિજેશભાઈ કાસુન્દ્રા, ભરતભાઈ મિયાત્રા, અશોકસિંહ ચુડાસમા, હીરાભાઈ ચાવડા, એ.એચ.ટી.યુ.ના એએસઆઈ હીરાભાઈ ચાવડા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….