મોરબીમાં શક્તિ ચેમ્બર-૧ ,૨ માં થયેલ ચોરી મામલે ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી – વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ શક્તિ ચેમ્બર-૧,૨ માં તા. ૨૬ ના રોજ એક સાથે ૨૦ જેટલી દુકાનોમાં થયેલ ચોરી થવા મામલે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી આરાધના નગરી શેરી નં -૦૨ કેનાલ રોડ પર રહેતા ધંધાર્થી મીલનભાઈ જશમતભાઈ ભીમાણી (ઉ.વ.૨૮) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૦૨-૨૦૨૩ ના રોજ રાત્રીના સમયે આરોપીએ ફરીયાદિની શકિત ચેમ્બર્સ-૦૨ મા આવેલ દુકાન તેમજ સાહેદોની આજુબાજુમા શકિત ચેમ્બર્સ-૦૧ મા આવેલી દુકાનોના શટર ઉચકી દુકાનોમા રાત્રીના સમયે ગેરકાયદેસર રીતના પ્રવેશ કરી ફરીયાદીની દુકાનમા રાખેલ ટેબલના ખાનામાથી રોકડ રૂપીયા-૨૨૦૦/- ની તથા સાહેદોની દુકાનો માથી પરચુરણ રકમની ચોરી કરી કરી લઈ ગયા હોવાની ભોગ બનનાર મીલનભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૮૦, ૪૫૭ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.