દિલ્હીની સિંઘુ બોર્ડર પર ખેડૂત આંદોલનને લઈને હોબાળો મચી ગયો છે. અહીં સ્થાનિક વિરોધીઓ અને ખેડૂત આંદોલાન બે જૂથો સામસામે આવી ગયા છે.સિંઘુ સરહદ પર કૃષિ કાયદાનો વિરોધ કરનારા ખેડૂતો અને સ્થાનિક વિરોધીઓ એક બીજા પર હુમલો કરવા સાથે પથ્થરમારો શરૂ થયો છે.ઉલ્લેખનીય છે કે ગુરુવારે પણ સિંઘુ સરહદે ધરણા સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ લોકોએ પોતાને હિન્દુ સેના ગણાવી હતી અને કહ્યું હતું કે લાલ કિલ્લા પર તિરંગાનું અપમાન તેઓ સહન કરશે નહીં.જોકે ગઈકાલે પોલીસે તેમને ત્યાંથી ભગાવી દીધા હતા. તે પછી સ્થાનિક લોકો પણ ખેડૂતોના ધરણાનો વિરોધ કરવા ગાઝીપુર પહોંચ્યા હતા. જો કે, સ્થળ પર હાજર ભારે પોલીસ બંદોબસ્તએ તેમને ખેડૂતો સુધી પહોંચવા દીધા ન હતા.
દિલ્હીની સિંઘુ બોર્ડર પર હંગામો થયો છે. શુક્રવારે કૃષિ કાયદાનો વિરોધ કરનારાઓ અને સ્થાનિક વિરોધકારો વચ્ચે પથ્થરમારો થયો હતો, તેમજ બંને જૂથો વચ્ચે ઉગ્ર સંઘર્ષ પણ થયો હતો. હંગામો વચ્ચે, ત્યાં હાજર પોલીસે વિરોધ કરનારા પર લાઠીચાર્જ પણ કર્યો છે.શુક્રવારે સવારે, મોટી સંખ્યામાં લોકો દિલ્હીની સિંઘુ બોર્ડર પર કૃષિ કાયદાનો વિરોધ કરનારા સામે સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.જેમને જણાવ્યું કે અહીં ત્રિરંગાનું અપમાન સહન નહીં કરવામાં આવે અને હિન્દુસ્તાનના નારા લગાવ્યા હતા અને તાત્કાલિક હાઇવે ખાલી કરવાની માંગ કરવામાં આવી હતી.પથ્થરમારો અને લાઠીચાર્જની વચ્ચે સિંઘુ બોર્ડર પર કેટલાક લોકો ઘાયલ પણ થયા છે, જેને પોલીસ વિરોધ સ્થળ પરથી હટાવવા પ્રયાસ કરી રહી છે.