મોરબી-શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ નજીક ટ્રકે અડફેટે લેતાં બાઈક સવારનું મોત
મોરબી: મોરબી નવા બસ સ્ટેન્ડ સરદાર પટેલના પુતળા નજીક શનાળા રોડ ઉપર ટ્રકે હડફેટે લેતા બાઈક સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ હિરાપર ગામના અને હાલ મોરબી રવાપર ઘુનડા રોડ શ્રીજી ટાવર બ્લોક નં -૨૦૨ માં રહેતા વિનોદભાઈ દેવરાજભાઈ ફેફર (ઉ.વ.૪૦) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર-જી.જે.૨૫-ટી.-૫૪૪૩ ના ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૦૧-૨૦૨૩ ના રોજ સવારના સાડા છ વાગ્યાના અરસામાં આરોપી ટ્રક ચાલક જેના રજીસ્ટર નં જી.જે. ૨૫ ટી ૫૪૪૩ વાળાએ પોતાના હવાલા વાળુ ટ્રક બેદરકારી પુર્વક લોકોની જીંદગી જોખમાઇ તે રીતે મોરબી નવા બસ સ્ટેન્ડ સરદાર પટેલના પુતળા પાસે શનાળા રોડ ઉપર પુરઝડપે ગફલત ભરી રીતે ચલાવીને ફરીયાદીના ભાઇ કીશોરભાઇ દેવરાજભાઇ ફેફર હોન્ડા સાઇન મોટર સાયકલ નં જી.જે ૧૮ સી.ડી ૫૫૨૩ ચલાવી ને ઘરે થી સરદાર બાગ શાક માર્કેટ જતા હતા તે વખતે મોરબી નવા બસ સ્ટેન્ડ સરદાર પટેલના પુતળા પાસે શનાળા રોડ ઉપર પાછળથી અથડાવી દઇ રસ્તા ઉપર ઢસડી પાડી દઇ પગના ભાગે ગંભીર ઇજા તેમજ શરીરે તથા માથાના ભાગે મુંઢ ઇજા પહોચાડી મોત નીપજાવી નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ વિનોદભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુન્હો ઇ.પી.કો કલમ ૨૭૯, ૩૩૭, ૩૦૪(અ) તથા એમ.વી એકટ કલમ ૧૭૭, ૧૮૪, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.