Monday, November 18, 2024

જુલતા પુલ દુર્ઘટના માં અર્પણ કરેલ સેવા બદલ મોરબી જલારામ મંદિર ના અગ્રણીઓનુ જીલ્લા કક્ષા ના પ્રજાસતાક પર્વ માં જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા મોરબી જુલતા પુલ દુર્ઘટના સમયે બચાવ તેમજ રાહત કામગીરી માં અનન્ય સેવા પ્રદાન કરવા માં આવી હતી જે બદલ મોરબી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા જીલ્લા કક્ષા ના પ્રજાસતાક પર્વ ની ઉજવણી દરમિયાન મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, ચિરાગભાઈ રાચ્છ, હસુભાઈ પંડિત, નિર્મિતભાઈ કક્કડ સહીત નાં અગ્રણીઓનુ સન્માન પારિતોષિક અર્પણ કરી સન્માન કરવા માં આવ્યુ હતુ. આ તકે મોરબી જીલ્લા કલેક્ટર પંડ્યા સાહેબ, જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સાહેબ, હળવદ-ધ્રાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા પૂર્વ ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા સહીત નાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર દ્વારા કોરોના ની મહામારી માં પણ એક લાખ થી વધુ ફુડ પેકેટ વિતરણ, ઓક્સિજન બોટલ, નેબ્યુલાઈઝર, આયુર્વેદીક દવાઓનુ વિતરણ, કોવિડ કેર સહીત ની સેવાઓ પ્રદાન કરવા માં આવી હતી. મોરબી જલારામ મંદિર દ્વારા બિનવારસી મૃતદેહ ના અંતિમ સંસ્કાર, સામુહીક અસ્થિ વિસર્જન, શબવાહિની સેવા, અંતિમ યાત્રા બસ, વૈકુંઠ રથ સેવા, એમ્બ્યુલન્સ સેવા, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદ ની વ્યવસ્થા, દર મહીના ની ૪ તારીખે વિનામુલ્યે નેત્રમણી- નેત્રયજ્ઞ કેમ્પ, પદયાત્રીઓની સેવા, બ્લડ ડોનેશન, મેડિકલ સાધનો ની સેવા, ફ્રિઝ શબ પેટી સહીત ની સેવાઓ અવિરતપણે સમાજ ને પ્રદાન કરવા માં આવે છે ત્યારે જીલ્લા કક્ષા નાં પ્રજાસતાક પર્વ માં જીલ્લા વહિવટી તંત્ર દ્વારા મોરબી જલારામ મંદિર ની સેવા ને બિરદાવી હતી.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર