મોરબી-વાંકાનેર ને.હા. રોડ પર બે બાઈક સામસામે અથડાતાં એકનું મોત બે ઇજાગ્રસ્ત
મોરબી: મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડના સર્વિસ રોડ ઉપર એક્સેલ સિરામિક કારખાના નજીક રોડ પર બે બાઈક સામસામે અથડાતાં એકનું મોત નિપજ્યું હતું જ્યારે બે ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતા કલ્પેશભાઈ લવજીભાઈ ભંખોડીયા (ઉ.વ.૧૯) એ આરોપી અજાણ્યા મોટરસાયકલના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૨-૦૧-૨૦૨૩ ના રોજ સાંજના આશરે સવા પાંચેક વાગ્યા વખતે આરોપીએ પોતાના હવાલાવાળુ મોટરસાઇકલ ફુલ સ્પીડમા પુર ઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે નેશનલ હાઇવે રોડ ઉપરના ડીવાઇડર ઉપરથી સર્વિસ રોડ ઉપર ચલાવી આવી મનહરભાઇ ઠાકરશીભાઇ સદાદીયાના હીરો હોન્ડા સીડી ડીલક્ષ મોટરસાયકલ રજીસ્ટર નં. GJ-03-EN-6965 વાળા સાથે ભટકાડી ફરીયાદી તથા મનહરભાઇ ઠાકરશીભાઇ સદાદીયાને તથા સાહેદને રોડમા પાડી દઇ ફરીયાદીને ગરદનના ભાગે મણકામા ફ્રેક્ચર જેવી તથા સામાન્ય ઇજા કરી તથા સાહેદને સામાન્ય ઇજા કરી તથા મનહરભાઇ ઠાકરશીભાઇ સદાદીયાનુ મોત નિપજાવી પોતાના હવાલાવાળુ મોટરસાઇકલ લઇ નાશી ગયો હતો. આ બનાવ અંગે કલ્પેશભાઈએ આરોપી અજાણ્યા મોટરસાયકલના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮, ૩૦૪(અ) તથા એમ.વી.એક્ટ. કલમ-૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.