Sunday, September 29, 2024

મોરબીના કુબેરનગરમા રહેણાંક મકાનમાંથી પ્રતિબંધીત ચાઇના દરોની 85 ફિરકી સાથે એક ઈસમ ઝડપાયો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી કુબેરનગર રોયલપાર્ક ખાતે આવેલ રહેણાંક મકાનમાંથી પ્રતિબંધીત ચાઇના દરોની ફિરકી નંગ- ૮૫ કિ.રૂ. ૧,૭૦૦૦/- ના મુદામાલ સાથે એક આરોપીને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો છે.

અગામી ઉતરાયણના તહેવાર અનુસંધાને મોરબી જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલ ચાઈનીજ લોન્ચર, ચાઈનીઝ તુક્કલ,ચાઈનીઝ લેન્ટર્ન તથા ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવા પર પ્રતીબંધ અંગેના જાહેરનામાનો અસરકારક અમલ થાય તેમજ અગામી ઉતરાયણનો તહેવાર શાંતિ પૂર્ણરીતે થાય તે સારૂ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ એલ.સી.બી. મોરબીનાઓને સુચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હોય તે દરમ્યાન સ્ટાફને ખાનગી રાહે બાતમી મળેલ કે, પ્રથમભાઇ મનસુખભાઇ વાણીયા રહે. કુબેરનગર મોરબી વાળો તેના સાગરીતો સાથે મળી મોરબી, રોયલપાર્ક, કુબેરનગર પાસે રહેતાં કૃણાલ બટુકભાઇ લુહારના રહેણાંક મકાને પ્રતિબંધીત ચાઇનીઝ ફીરકીનો જથ્થાનો સંગ્રહ કરી તેનું વેચાણ કરે છે.હાલે તેની પ્રવૃતિ ચાલુ છે તેવી બાતમીના આધારે રેઇડ કરતા પ્રતિબંધીત ચાઈનીઝ દોરી MONO SKY લખેલના કુલ ફીરકા નંગ-૮૫ કિ.રૂ. ૧૭,૦૦૦/-નો મુદામાલ સાથે પ્રથમભાઇ મનસુખભાઇ કેલા ઉવ-૧૯ રહે. કુબેરનગર, ત્રિલોકધામ મંદિર પાસે મોરબી વાળાને ઝડપી પાડી તેમજ અન્ય બે શખ્સો ગ્ણાલ બટુકભાઇ પિત્રોડારહે. મોરબી, રોયલપાર્ક, કુબેરનગર પાસે, તથા વિશાલ મહાદેવભાઇ કાચરોલા રહે. કુબેરનગર મોરબી વાળા સ્થળ પર હાજર નહી મળી આવતા તમામ વિરુદ્ધ મોરબી સિટી એ ડિવી પોલીસ સ્ટેશન ખાતે ધોરણસરનો ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર