Sunday, September 29, 2024

મોરબી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી હળવદ ખાતે કરાશે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

વિવિધ વિભાગના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પરેડ આકર્ષણ જમાવશે

મોરબી: પ્રજાસતાક પર્વની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે પૂર્વ તૈયારી માટે કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

આ વર્ષે ૨૬મી જાન્યુઆરીના રાષ્ટ્રીય તહેવારની મોરબી જિલ્લા કક્ષાની ઉજવણી માર્કેટિંગ યાર્ડ-હળવદ ખાતે થનાર છે, જેના પૂર્વાયોજન માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક અન્વયે કલેક્ટરએ માસ્ક અને સેનેટાઇઝરની વ્યવસ્થા સાંસ્કૃતિક કાર્યક્રમો, સલામતી અને સુરક્ષા, ધ્વજ અને ધ્વજ પોલ, પરેડ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, મંડપ અને લાઈટિંગ, ટેબ્લો અને શુશોભન, પ્રોટોકોલ, ડાયસ વ્યવસ્થા, પીવાનું પાણે અને સ્વચ્છતા તેમજ મહાનુભાવ માટે સ્પીચના મુદ્દા વગેરે બાબતો અંગે સબંધિત વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

મોરબી જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવનાર છે. હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં પીજીવીસીએલ, વાસ્મો, આત્મા અને પ્રાકૃતિક ખેતી, ડિઝાસ્ટર, વન વિભાગ તેમજ વિવિધ વિભાગના ટેબ્લો આકર્ષણ જમાવશે. ઉપરાંત પોલીસ, એનસીસી, એનએસએસ, ફાયર તેમજ ફોરેસ્ટના જવાનો પરેડ યોજશે. ઉપરાંત સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય સહિત સંબંધિત વિભાગના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર