Sunday, September 29, 2024

કમુરતા બાદ મોરબી જિલ્લાના ક્યાં ધારાસભ્યનું શુભ મુહૂર્ત !!!

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

કમુરતા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું થઈ શકે છે વિસ્તરણ મળતી માહિતી મુજબ રાજ્યમાં 5 નવા મંત્રીઓને સમાવવા માટે ફરી કવાયત શરૂ કરાઈ છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના મંત્રી મંડળનું વિસ્તરણ કરી શકે છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં 5 નવા મંત્રીઓને સમાવવા માટે ફરી કવાયત શરૂ કરાઈ છે. હવે તો આગામી સમય જ બતાવશે કે કોને લોટરી લાગી શકે છે
હાલમાં રાજ્યના ઘણા જિલ્લાઓને સરકારમાં પ્રતિનિધીત્વ મળ્યું નથી જેથી કમુરતા બાદ ભૂપેન્દ્ર પટેલ સરકારનું થઈ શકે છે વિસ્તરણ જેથી હાલમાં રાજ્ય મંત્રી બનવા માટે ભાજપના નેતાઓ દિલ્હી સુધી એડીચૌટીનું જોર લગાવી રહ્યાં હોઈ તેવું જાણવા મળી રહ્યું છે. હાલમાં મંત્રી મંડળમાં 19 જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું છે. તેમાં સૌથી વધારે સુરત શહેરમાંથી 4 મંત્રીઓનો સમાવેશ થયો છે. જયારે મોરબી, ગીર સોમનાથ,ખેડા, કચ્છ, પોરબદર, બોટાદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સાંબરકાંઠા, નવસારી, જૂનાગઢ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓને સ્થાન મળ્યું નથી. આથી નવા મંત્રી મંડળ માં આ જિલ્લાઓમાંથી નવા મંત્રીઓ બની શકે છે તેવી આશાઓ સેવાઈ રહી છે

જો આમ થાઈ તો મોરબી જિલ્લાની 3 સીટનો સમાવેશ થાઈ છે જેમાં વાંકાનેર સીટ પર જીતુભાઇ સોમાણી,મોરબી સીટ પર કાંતિભાઈ અમૃતિયા અને ટંકારા સીટ પર દુર્લભજીભાઈ દેથરીયા નો વિજય થયો છે ત્યારે આમાંથી કોઈ એકને સ્થાન મળી શકે છે. પણ હવે એ તો સમય જ બતાવશે કે કમુરતા બાદ આ મુહૂર્ત મોરબીના ક્યાં ધારાસભ્યને કેટલું ફળે છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર