Saturday, November 16, 2024

માળીયા ફાટક નજીક વરના ગાડીમાંથી ઈંગ્લીશ દારૂની 120 બોટલો સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: માળીયા ફાટક પાસેથી વરના ગાડીમાંથી અંગ્રેજી દારૂની બોટલો નંગ-૧૨૦ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગરનાઓ તથા પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા પ્રોહી-જુગાર ના કેશો શોધી કાઢવા અંગે સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અન્વયૈ પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓ દ્વારા મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ અટકાવવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી. પેરોલ ફર્લો સ્કવોડનો સ્ટાફ કાર્યરત હતા

તે દરમ્યાન પોલીસને સંયુકતમાં મળેલ ખાનગી હકિકત આધારે માળીયા ફાટક પાસેથી માળીયા તરફથી આવતી સફેદ વરના ગાડી નંબર GJ-13-DG -5908_વાળીમાં ઇગ્લીશ દારૂની બોટલો નંગ-૧૨૦ કિ.રૂ.૪૫૦૦૦/- તથા વરના ગાડી કિ.રૂ.૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૪૫,૦૦૦/- ના મુદામાલ સાથે હેરાફેરી કરતા મળી આવતા કુલ ચાર આરોપીઓ વિરૂધ્ધ મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી (૧) રવિ તુલશીભાઇ મુંજારીયા રાવળદેવ, (૨) અજીતસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, (૩) રાજપાલસિંહ અશોકસિંહ જાડેજા રહે. ત્રણેય વિધુતનગર સોસાયટી સર્કિટ હાઉસ સામે તા.જી.મોરબી.

પકડવાના બાકી આરોપી(૧) ગજેન્દ્રસિંહ ઉર્ફે ધોધુભા બાપાલાલ ઝાલા રહે.જીવા તા.ધ્રાંગધ્રા.

પકડાયેલ મુદામાલ (૧) મેકડોલ નંબર-૧ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ બોટલ નંગ-૧૨૦ કિ.રૂ.૪૫૦૦૦/- (ર) વરના ગાડી નંબર GJ-03-DG-5908 કિ.રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ ૩,૨,૪૫,૦૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર