Saturday, September 28, 2024

“વર્ષ 2022 દરમિયાન 669 જેટલા પીડીત મહિલાઓને મોરબી 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા ઘટનાસ્થળ પર મદદ પહોચાડવામાં આવી હતી”

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્રારા કાર્યાન્વિત અને ઈ. એમ.આર.આઈ .ગ્રીન હેલ્થ સર્વીસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ 181 મહિલા હેલપલાઇન લાઇન પિડીત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થીનીઓ, અને સીનીયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

અભયમ હેલ્પલાઇન 24×7 વિનામૂલ્યે સેવાઓ પુરી પાડી રહી છે, જેથી દિન પ્રતિદિન ગુજરાત ની મહિલાઓમાં અનેરો વિશ્વાસ સંપાદિત કરવામાં સફળતા પ્રાપ્ત કરી રહીં છે, ગુજરાત સરકાર ની મહિલાઓ પ્રતિ કટિબદ્ધતા પુરવાર કરી રહેલ છે. કઠવાડા અમદાવાદ ખાતેની ટેકનિકલ સુવિધાથી સુસજ્જ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પિડીત મહીલાને ઝડપી પ્રતિસાદ આપી ઘટના સ્થળે અભયમ રેસ્ક્યું ટીમ મદદ, માર્ગદર્શન અને બચાવની સેવાઓ આપી રહી છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર જશવંત પ્રજાપતિ અને પ્રોજેક્ટ હેડ નરેન્દ્રસિંહ ગોહિલનાં માર્ગદર્શન હેઠળ ગુજરાત ના તમામ જિલ્લાઓ માં અભયમ સેવાઓ અસરકારતાથી આગળ વધી રહી છે. મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિતના કિસ્સાઓ, કામનાં સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓ ની સમસ્યાઓ, બાળ જન્મ, બાળ લગ્ન, બિન જરુરી ફોન કોલ-મેસેજથી હેરાનગતિ, મહિલા ને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ,અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સાઓ મા મદદરૂપ બનેલ છે. અસરકારક કાઉન્સિલગ દ્વારા વિખરાતા પરિવાર ને બચાવ્યાની અનોખી કામગિરી કે મનોરોગી મહિલાઓને પરિવાર સાથે મિલન કે સુરક્ષિત આશ્રય અપાવવો કે આત્મહત્યા ના વિચારોમાંથી મુક્તિનાં કેસમા આજે ૧૮૧અભયમ વધુને વધુ સુદ્રઢતાથી સેવાઓ પહોચાડી રહી છે.

અનેક મહિલાઓના જીવનમાં એક આશાનું કિરણ., સુખમય જીવન જીવવા અભયમ પ્રેરણાદાયી બની રહ્યું છે તેથી જ તો ગુજરાતની મહિલાઓ ૧૮૧ અભયમને પોતાની સાચી સખી સાહેલી તરીકે વિશ્વાસુ બની રહી છે. અભયમ સેવા સરકારના અન્ય વિભાગો સાથે નું મજબુત સંકલન, સુસજ્જ ટેકનિકલ માળખુ, પ્રોફેશનલ ટીમ, સ્ટેક હોલ્ડર સાથે સંકલન અને સેવાભાવનાની કટિબદ્ધતાથી ઝડપી સેવાઓ પહોંચાડવામાં અસરકારકતાથી કાર્ય કરી રહેલ છે . અભયમ મોબાઈલ એપ્લિકેશન, અભયમ પોલિસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવાઓ મા ઉપયોગી નિવડી રહ્યું છે. ગુજરાત રાજ્ય માંથી વર્ષ 2015 થી અત્યાર સુધી 12 લાખ જેટલા પિડીત મહિલાઓ એ સલાહ – સૂચન,મદદ અને બચાવ માટે 181 મહિલા હેલ્પલાઇન માં કૉલ કરેલ અને જેમાંથી ખાસ કિસ્સાઓમાં ધટના સ્થળે પહોંચી અઢી લાખ ઉપરાંત મહિલાઓને રેસ્કયું ટીમ દ્વારા બચાવ અને મદદ પહોંચાડવામાં આવી હતી. બાકી ના મહિલાઓ ને માર્ગદર્શન અને સંદર્ભ સેવાઓ આપવામા આવી હતી.

વર્ષ ૨૦૨૨માં મોરબી ૧૮૧ અભયમ હેલ્પલાઇન દ્વારા ૬૬૯ પીડિત મહિલાઓને ઘટના સ્થળ પર જ મદદ પહોચાડવામાં આવી હતી જેમાંથી ૪૨૩ જેટલા કિસ્સાઓમાં કુશળ કાઉન્સિલિંગ દ્વારા સ્થળ પર જ સમાધાનકારી નિરાકરણ લાવવામાં આવેલ અને અન્ય ૨૪૨ કિસ્સાઓમાં પીડિતાની ગંભીર પ્રકારની સમસ્યા જણાતા પીડિત મહિલાઓને આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન,મહિલા સહાયતા કેન્દ્ર,સખી વન સ્ટોપ સેન્ટર વગેરે મહિલાલક્ષી સંસ્થાઓ સુધી લઈ જવામાં આવેલ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર