Saturday, September 28, 2024

મોરબી: એલીટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા “દર્પણ” 2022 એન્યુઅલ ફંકશનનો શુભારંભ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: એલીટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એલીટ “દર્પણ” 2022નો પાંચમો વાર્ષિક એન્યુઅલ ફંકશનનો શુભારંભ થયો.

આજથી 21 વર્ષ પૂર્વે મોરબીના શિક્ષણ જગતમાં ‘એલીટ” રૂપી બીજ રોપવામાં આવ્યું હતું. આ બીજનું ધણા બધા વિદ્યાર્થીઓ અને વાલીઓના અતુટ વિશ્વાસ વડે એવું તો સિંચન થયું કે, આજે આ બીજમાંથી પાંગરેલા જ્ઞાન ઉપવનની સુવાસ ચોમેર મહેકી રહી છે. Each and Every Soul is Potentially Devine… અર્થાત્ દરેક જીવનમાં કંઇક ને કંઇક શક્તિ રહેલી જ છે. આ દિવ્યશક્તિ, ચેતના અને અસ્મિતાને રજૂ કરતું ‘એલીટ દર્પણ-2022’ વાર્ષિક સમારોહનો ભારતીય સંસ્કૃતિ અને લોહીના સંસ્કાર સાથે શુભારંભ થયો.

ગઈ કાલે તા.29-12-2022 ને ગુરૂવાર ના રોજ સાંજે 5 થી12 ના સમયે મોરબીના લજાઈ હડમતીયા રોડ લજાઈ ચોકડી ખાતે આવેલ એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા એલીટ “દર્પણ” 2022 નો પાંચમો વાર્ષિક સમારોહનું શુભારંભ કરવામાં આવ્યો.

સાંજે 5 વાગ્યે મોરબી જીલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપાઠી અને પ્રતાપસિંહ ચૌહાણ (કુલપતિ શ્રી ગુરુ ગોવિંદરાય યુનિવર્સિટી) દ્વારા આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટાવી કરવામાં આવી હતી. આ એલીટ “દર્પણ” 2022 વાર્ષિક સમારોહ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ અને ગુજરાત રાજ્ય પુર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા તથા પ્રતાપસિંહ ચૌહાણ (કુલપતિ શ્રી ગુરુ ગોવિંદરાય યુનિવર્સિટી) તથા ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા અને મોરબી જીલ્લા યુવા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા સહીતના મુખ્ય અતિથિ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રીપ‍ાઠીએ વિધ્યાર્થીઓ ને જણાવ્યું હતુ કે તમે સિંગર બનવા માંગતા હોઈ કે સાઇન્ટીસ્ટ કે ડોક્ટર તમને જે વિષયમાં રુચી હોઈ તે પણ તેના માટે સમય ફાળવો જો તમે તમારા વિષયમાં સમય ફાળવસો તો સફળતા જરુર થી મળશે.

તેમજ આ કાર્યક્રમમાં મોરબી જીલ્લાના ઉઘોગપતીઓ, વિધાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ એલીટ “દર્પણ” વાર્ષિક સમારોહના રંગારંગ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, નાટક, ડાન્સ તેમજ મેરજ થીમ તથા દિકરીઓની થતી હત્યાઓ વિશે સરસ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. અને હજુ આજે સાંજે પણ હજુ આ એલીટ “દર્પણ” કાર્યક્રમ દ્વારા અવનવા સારા મેસેજ લોકો સુધી પહોંચે તેવા ઉદ્દેશથી વિવિધ કાર્યક્રમો યોજાશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર