Saturday, September 28, 2024

31″ ડિસેમ્બર ઉજ્જવણી અનુસંધાને મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે પોલીસનો પ્રજાજોગ જાહેર સંદેશ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આગામી 31″ ડિસેમ્બર ના રોજ નવા વર્ષની ઉજવણી થનાર હોય જે અનુસંધાને મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે સારૂ મોરબી જિલ્લા પોલીસ દ્વારા તમામ આગોતરૂ આયોજન કરવામાં આવેલ છે.

 

આગામી 31 ડિસેમ્બર અનુસંધાને છેલ્લા પાંચ દિવસોમાં મોરબી પોલીસ દ્વારા પ્રોહીબીશનના અસર ગ્રસ્ત એરીયામાં ડે-નાઇટ કોમ્બીંગ / ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવેલ છે. તેમજ 31″ ડિસેમ્બર અનુસંધાને મુખ્ય પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુ.રા. ગાંધીનગર તથા પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ નાઓની સુચના મુજબ પોલીસ અધિક્ષક મોરબી દ્વારા છેલ્લા અઠવાડીયા દરમ્યાન પ્રોહીના વધુમાં વધુ કેસો કરવા સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જેમાં પ્રોહી ધારા તળે ૧૧૨ કેસો શોધી કાઢી રૂ.૩૫,૧૬,૬૭૦/- નો મુદામાલ કબ્જે કરી કુલ ૧૧૧ આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

ઉપરાંત 31 ડિસેમ્બર સુધી પ્રોહીબીશન તથા ડ્રગ્સ અનુસંધાનની આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે તેમજ મોરબી જિલ્લામાં પ્રવેશતા રસ્તાઓ ઉપર ૧૦ થી વધુ આંતર જીલ્લા ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવેલ છે જે તમામ ચેકપોસ્ટ ઉપર સઘન અને કડક વાહન ચેકીંગ કરી બેથએનેલાઇઝર ઇક્યુટમેન્ટ દ્વારા ડ્રક એન્ડ ડ્રાઇવના કેસો કરવાની કાર્યવાહી કરવામાં આવનાર છે.

31″ ડિસેમ્બર અનુસંધાને પોલીસની અલગ અલગ ટીમો બનાવી હોટલ/ધાબા ગેસ્ટ હાઉસ ફાર્મ હાઉસ તથા અંતરીયાળ વિસ્તારમાં આવેલ વાડીઓ ખેતરો અવાવરૂ જગ્યાઓ ખાતે સઘન ચેકીંગ કરી કોઇ પણ અનઅધિકૃત કૃત્ય જણાય આવ્યે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

તેમજ આગામી દિવસોમાં તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય તે માટે જિલ્લામાં ૨ QRT LCB SG ની અલગ અલગ મહતમ માણસોની ટીમો બનાવી સેન્સેટીવ એરીયામાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ રાખવામાં આવનાર છે.

જેથી મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે,

(૧) આગામી 31″ ડિસેમ્બરની ઉજવણી તમામ પ્રજાજનો શાંતિપુર્વક અને ટ્રાફીકને અડચણરૂપ ન થાય તે રીતે તેમજ મોડી રાત્રીના સમયે લાઉડ સ્પીકરનો ઉપયોગ ન કરવા અપીલ છે.

(૨) આપની આજુબાજુમાં કોઇ કેફી દ્રવ્યનું સેવન, વેચાણ કે હેરાફેરી થતી હોય તો તુરત પોલીસ કંટ્રોલરૂમ નો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો.

(૩) આજુબાજુના એરીયામાં કોઇ અસામાજીક તત્વો કોઇ પણ જાતની હેરાનગતી કે ટોળાશાહી કરતા હોય સુલેહ શાંતિનો ભંગ કરવાની તૈયારી કરતા હોય તો તુરત જ પોલીસ કંટ્રોલરૂમનો અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવો. માહીતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર