Saturday, September 28, 2024

મોરબીના પીપળીયા ગામે રાજીવનગરમા બે પક્ષ વચ્ચે મારામારી થતા સામસામે ફરીયાદ નોંધાઈ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના પીપળીયા ગામે રાજીવનગરમા અનાજ દળવાની ઘંટીની દુકાન પાસે બે પક્ષ વચ્ચે મારામારી થતા બંને પક્ષો એકબીજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

 

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના પીપળીયા ગામે રાજીવનગરમા રહેતા ગોવિંદસિંહ નરવીરસિંહ જાડેજા (ઉ.વ.૫૦) એ આરોપી ઓમદેવસિંહ મહીપતસિંહ જાડેજા તથા પૃથ્વીરાજસિંહ મહીપતસિંહ જાડેજા રહે બંને પીપળીયા ગામ રાજીવનગર તા. મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૮-૧૨-૨૦૨૨ ના રોજ સાડા નવેક વાગ્યાના અરસામાં ફરીયાદીને આરોપી ઓમદેવસિંહ તથા પૃથ્વીરાજસિંહ નાઓએ ફરીયાદીની અનાજ દળવાની ઘંટી ગેરકાયદેસર હોવાનુ કહીને જીસીબી મસીનથી પાડવા જતા ફરીયાદીએ પોતાની દુકાન તોડવાની ના પાડતા બંન્ને આરોપીઓ ઉશકેરાઇ જઈ ફરીયાદીને બીભસ્ત ગાળો બોલી શરીરે માર મારી આરોપી ઓમદેવસિંહએ લોખંડની પાઇપથી ફરીયાદીના ડાબા ખાભાએ ફ્રેકચર કરી તેમજ જમણા હાથની ટચલી આંગળીએ ઇજા કરી તેમજ આરોપી પૃથ્વીરાજ સિંહએ ફરીયાદીને શરીરે ઢીકા પાટુનો માર માર્યો હોવાની ભોગ બનનાર ગોવિંદસિંહે બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

જ્યારે સામા પક્ષે મોરબી તાલુકાના પીપળીયા ગામે રાજીવનગરમા રહેતા ઓમદેવસિંહ મહીપતસિંહ જાડેજા (ઉ.વ.૩૨) એ આરોપી ગોવિંદસિંહ નરવીરસિંહ જાડેજા રહે. પીપળીયા ગામ રાજીવનગર તા.મોરબી વાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૮-૧૨-૨૦૨૨ ના રોજ સાડાનવેક વાગ્યાના અરસામાં ફરીયાદીના મકાન પાસે આવેલ કોમન પ્લોટ મકાનનો પાયો ખોદવાનુ કામ ચાલુ હતુ તે દરમ્યાન આ કામના આરોપીએ જી.સી.બી.ના ડ્રાઇવર સાથે બોલાચાલી કરી ગંદી ગાળો બોલી જી.સી.બીના કાચમાં ધોકો મારતા ફરીયાદી તથા તેના ભાઇ પ્રુથ્વીરાજસિંહ આ કામના આરોપીને સમજાવવા જતા આરોપીએ ફરીયાદીને તથા તેના ભાઇ પ્રુથ્વીરાજસિંહને બન્નેને ગંદી ગાળો બોલી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી ને શરીરે મુઢમાર મારેલ તેમજ આરોપીએ ફરીયાદીનુ એક હાથે ગળુ પકડી બીજા હાથથી ફરીયાદીના ડાબા હાથમાં કોણીથી નીચેના ભાગમાં કુહાળી ઊંધી મારી ઇજા કરી કરી હોવાની ભોગ બનનાર ઓમદેવસિંહે આરોપી ગોવિંદસિંહ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

બંને પક્ષો દ્વારા સામસામે ફરીયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે બંને પક્ષો વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર