Saturday, September 28, 2024

મોરબીની શ્રીમતી જે.એ.પટેલ મહિલા કોલેજની બી. કોમ સેમ-6 ના વર્ગની વિદ્યાર્થીનીઓનો “ઇન્ડસ્ટ્રી વિઝિટ” નો પ્રવાસ યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: વિશ્વની ખ્યાતનામ એવી વરમોરા બ્રાન્ડની “કોન્ફી સેનેટરીવેર” ફેકટરીની મુલાકાત લીધી તેમાં વિનોદભાઈ, ભવાનભાઈ તથા ગોવિંદભાઈ વગેરે એમ. ડી. દ્વારા સેનેટરીવેરની તમામ પ્રોસેસ સમજાવી, સાથે સાથે દરેક વિદ્યાર્થીનીઓ માટે નાસ્તા પાણીની પણ વ્યવસ્થા કરી આપેલ.

 

 

મોરબીની નામાંકિત “દિયાન પેપરમિલ”ની મુલાકાત લેવામાં આવી હતી. વેસ્ટમાંથી પેપર તૈયાર થવાની આધુનિક મશીનરીની છણાવટ સાથે સંપૂર્ણ પ્રક્રિયા સમજાવવામાં આવેલ. કંપની તરફથી દરેક વિદ્યાર્થિનીઓને ખૂબ જ આકર્ષિત ‘વોલ ક્લોક’ ભેટ આપવામાં આવી હતી. દરેક વિદ્યાર્થિનીઓએ તે બદલ કંપનીના ડિરેક્ટરઓ મનીષભાઈ, જયદીપભાઈ તથા તમામ સ્ટાફનો ખૂબજ આભાર વ્યક્ત કર્યો.

મલ્ટીચાર્જ ટાઇલ્સમાં નામ ધરાવતી “મોઝાર્ટ વિટરીફાઇડ” ફેક્ટરીમાં ટાઈલ્સના મટિરીયલ્સથી લઇને પેકિંગ સુધી થતી તમામ પ્રક્રિયાઓની વિભાગ વાઈસ ઊંડી સમજણ આપી. વિદ્યાર્થીઓને ખૂબ જ જ્ઞાનની પ્રાપ્તિ થયેલ. કંપનીના ડિરેક્ટર ધ્રુવભાઈ, ધર્મેન્દ્રભાઈ, કિશનભાઈ તથા તેમના સ્ટાફમિત્રો સતત સાથે રહીને તમામ મદદ કરેલ.

સિરામિક ટાઇલ્સની તમામ પ્રોડક્ટ સાથેના ભવ્ય વિશાળ ડિસ્પ્લે જોવા માટે “વરમોરા ટાઇલ્સ” ફેકટરીની મુલાકાત લીધેલ. જેમાં અવનવી ડિઝાઇન, સાઇઝ તથા કેટેગરીની ટાઇલ્સ જોઈને વિદ્યાર્થીનીઓ ખૂબ જ પ્રભાવિત થયેલ. આ મુલાકાત માટે પ્રકાશભાઈ કાચરોલાનો ખૂબ જ સહયોગ મળેલ. તેમની સાથે કંપનીના એમ. ડી. ભરતભાઈ વરમોરાની પણ મુલાકાત થયેલ.

દરેક વિદ્યાર્થીનીઓ પોતાના ટિફીન સાથે લઇને આવેલ હતી અને “કાસા વિટ્રીફાઈડ” નાં બગીચામાં લંચ લીધેલ. તેમાં “કાસા વિટ્રીફાઈડ” તથા “વેરોના વિટ્રીફાઈડ”નાં ડિરેક્ટર પંકજભાઈ પોતાનો કિંમતી સમય અમને આપીને અમારી સાથે રહ્યા હતા અને દરેક વિદ્યાર્થિનીઓ માટે આઈસ્ક્રીમ અને કોન લાવેલ. દરેક વિદ્યાર્થિનીઓએ તેમને તેમનો કિંમતી સમય આપવા બદલ આભાર વ્યક્ત કરેલ.

મુલાકાતમાં પ્રવાસની પ્રેરણા આપનાર શ્રીમતી જે. એ. પટેલ મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો. પી. કે. પટેલ તથા ટૂરના કો-ઓર્ડીનેટર એમ. વી. દલસાણિયા તથા સ્ટાફના નિશા મેડમ તથા ડિમ્પલ મેડમના સંપૂર્ણ સહયોગથી ખૂબ જ સરસ પ્રવાસનું આયોજન થયેલ.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર