Saturday, September 28, 2024

મોરબી સીવીલ હોસ્પિટલમાં સૌચાલય બનાવવા અને ગાંધીચોકમા આવેલ સૌચાલયનુ સમાર કામ કરવા સામાજીક કાર્યકરોએ તંત્રને રજૂઆત કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લામાં એક માત્ર સીવીલ હોસ્પીટલના ગ્રાઉન્ડમાં આવેલ શૌચાલય છેલ્લા ૨ થી ૩ વર્ષથી બંધ છે ઉપરાંત મોરબીના ગાંધી ચોક-મેલડીમાના મંદીર સામેનું સૌચાલય પણ બંધ છે જેથી આજુ બાજુમાં વેપારીઓને તથા દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જે પ્રાઇવેટ કોન્ટ્રેક્ટર (પી.પી.પી) કોન્ટ્રાક્ટ પર આપેલ હતુ જે હાલ ર વર્ષથી બંધ છે તથા આ વિસ્તાર જે મોરબી નગરપાલિકા આવતો હોય તો આ અંગે શૌચાલય તથા શહેરી વિકાસ મંત્રીને તથા મુખ્ય મંત્રીને ઉપરાંત મોરબી કલેકટરને જાણ કરવામાં આવે છે.

 

 

મોરબીની એક માત્ર સીવીલ હોસ્પીટલ કે જયા રોજના ૨૦૦૦ થી ૩૦૦૦ દર્દી તથા સગા સંબંધીઓ આવતા હોય પરંતુ મોરબી સીવીલ હોસ્પીટલના ગ્રાઉન્ડમાં છેલ્લા ૨ વર્ષથી શૌચાલય ન હોવાથી ત્યાં લેડીઝોને હાલાકીનો સામનો કરવો પડે છે તથા ખુલ્લામા સૌચ કરવુ પડે છે તો મોદીનો નારો ઘર ઘર સૌચાલયનો નારો કયા ગયો તદન વાહીયાત મોરબી સીવીલ હોસ્પીટલ માટે જ સાબિત થયો છે.

આ ઉપરાંત નહેરૂ ગેઇટના ચોકમા લેડીઝ સૌચાલય તદન નવું જ બનાવેલ હોય પરંતુ ત્યાં મોટર (પાણી)ની ચારાઇ ગયેલ છે જે આવારા લુખાતત્વો રાત્રીના સમયે મોટર ચોરી ગયેલ છે તો ત્યાં પણ કેમેરા આવેલ છે તો તેના આધારે આ ચોરી અંગેની તપાસ થવી જોઇએ. તથા નળ, લાઇટો સાવ ઉપડી ગયેલ છે જેનુ પણ તાત્કાલીક સમાર કામ થાય અને સાફ સફાઇ કામ રેગ્યુલર થાય જે અંગે રાજુભાઈ દવે, જગદીશભાઈ જી. બાંભણીયા, મુકુંરાય પી. જોષી, મુછડીયા વાલજી ધનજીભાઇ, અશોક ખરચરીયા, મુસાભાઇ બ્લોચ સહિતના સામાજીક કાર્યકરોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે તથા મોરબી જીલ્લા કલેકટર , શેહરી વિકાસ મંત્રી, મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર અને મોરબી નગરપાલિકાના પ્રમુખને લેખિત રજુઆત કરી છે. એવુ થશે તો કયારે સૌચ મુકત મોરબી બનશે કે નહેરૂ ગેઇટમા આનાથી વધુ લોકો હોય છે જેથી તાત્કાલિક આ અંગે જલ્દી પગલા લેવા તમામ સામાજીક કાર્યકરો તથા જનતા દ્વારા માંગ કરવામાં આવી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર