મોરબી: મોરબીમાં ઘટેલ ઝુલતા પુલ દુર્ઘટનામાં ૧૩૫ લોકોના મોત નિપજ્યા હતા જે ઘટનામાં મોરબી નગરપાલિકા ૫૨ સભ્યોમાંથી ૪૯ સભ્યો નિર્દોષ હોવાનું પોતે કહીં રહ્યા છે ત્યારે પોતાની નિર્દોષતા સાબિત કરવા આજે આ તમામ સભ્યો હાઈકોર્ટ સુધી પોંહચીયા હતા પણ કોર્ટે તેમની કોઈ પણ વાત સાંભળવાથી ઈન્કાર કર્યો હતો.
મોરબીમા ઝુલતા પુલની દુર્ઘટનામા 135 જેટલાં લોકોના મોત નિપજ્યા હતા ત્યારે હાઈકોર્ટે આ બાબતે સૂઓમોટો દાખલ કરી પોતે ફરિયાદી બની હતી અને સરકારે પણ જવાબદાર તમામ નગરપાલિકાના સભ્યોને ગેરલાયક ઠેરવાનું વચન આપ્યું છે છતાં આજે મોરબી નગરપાલિકાના સભ્યો હાઈકોર્ટમા પોચ્યા હતા અને પોતે નિર્દોષ છે તેવી રજુઆત કરતી અરજી કરી હતી જો કે કોર્ટે તેમની આ અરજી ફગાવી દીધી હતી. અને સરકાર કોઈ પગલાં ભારે ત્યાર બાદ ન્યાય માટે આવવા જણાવ્યુ હતું. મોરબી ઝૂલતાપૂલની દુર્ઘટનામાં પૂલનું રીનોવેશન કરનાર ઓરેવા કંપનીને પક્ષકાર તરીકે જોડવા દુર્ઘટનાના મૃતક પરિવારજનોએ કરેલી સિવિલ એપ્લિકેશન અંગેની સુનાવણી કરી હાઇકોર્ટ દ્વારા ઓરેવા કંપનીને નોટિસ ફટકારી છે. હાઈકોર્ટના આકરા વલાણ બાદ હાલતો નગરપાલિકાના સભ્યોની મુંજવણ વધારે દિધી હોય તેવું લાગી રહ્યું છે.
