મોરબી: મોરબી જિલ્લામાં આવેલ ડેમી-૩ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવે તેવી માંગ સાથે આજે આમરણ ગામના ખેડૂતો કાર્યપાલક ઇજનેરી કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો અને ત્યાં પાણી આપો પાણી આપવાના સૂત્રોચાર કર્યા હતા અને ત્યારબાદ ખેડૂતોએ સિંચાઈ વિભાગના અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી અને ચાર દરવાજાને બે ફૂટે એક સાથે ખોલવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી.
મોરબી જિલ્લામાં આવેલ ડેમી-૩ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવે તેવી માંગ સાથે આજે આમરણ ગામના ખેડૂતો કાર્યપાલક ઇજનેરી કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં પાણી આપો પાણી આપવાના સૂત્રોચાર કર્યા હતા અને ત્યારબાદ ખેડૂતોએ સિંચાઈ વિભાગના અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી અને ચાર દરવાજાને બે ફૂટે એક સાથે ખોલવામાં આવે તેવી માન કરવામાં આવી છે.મોરબી જિલ્લામાં આવતા ૧૦ ડેમમાંથી ડેમી-૩ ડેમ કે જેમાંથી આમરણ સુધીના ગ્રામ્ય વિસ્તારોને શિયાળુ પાક લેવા માટે થઈને સિંચાઈનું પાણી આપવામાં આવતું હોય છે આ ડેમોમાંથી પૂરતા ફોર્સ સાથે પાણીનો જળ જથ્થો છોડવામાં આવે તેવી માંગ અઠવાડિયા પહેલા આમરણ ગામના ખેડૂત અને ખેડૂત આગેવાનો દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીને કરવામાં આવી હતી તેમ છતાં પણ પૂરતા ફોર્સ સાથે પાણી છોડવામાં આવ્યું ન હતું જેથી કરીને છેવાડાના ગામ સુધી પાણીનો જળ જથ્થો પહોંચતો ન હોવાના કારણે ખેડૂતોને તેના પાક તેની નજર સામે મૂરજાતા હોય તેવું જોવું પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેથી કરીને આજે આમરણ પંથકના ખેડૂતો મોરબીના લાલબાગ ખાતે આવેલ સિંચાઈ વિભાગના અધિકારીની કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને ત્યારે ઉગ્ર રજૂઆત કરીને ખેડૂતોને ડેમી-૩ ડેમમાંથી પૂરતા ફોર્સ સાથે પાણીનો જથ્થો સિંચાઈ માટે આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી અને કોયલી ગામના તત્વો દ્વારા ડેમના પાટિયા ન ખોલવા દેવામાં આવતા હોવાનો અણીદાર આક્ષેપ કર્યો હતો જોકે ખેડૂતો દ્વારા હાલમાં ચાર પાટિયાને એકી સાથે બે ફૂટ સુધી ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જેથી કરીને સિંચાઈ વિભાગના અધિકારી એ.કે.સાવલીયા દ્વારા ખેડૂતોની માંગણી અને લાગણી મુજબ ૩૦ એમસીએફટી પાણીનો જથ્થો જે છોડવાનો છે તે ચાર દરવાજા એકી સાથે ખોલીને છોડવામાં આવશે તેવી ખાતરી આપી છે.આ તકે આમરણના ખેડુત આગેવાન અરવિંદભાઇ કાસુન્દ્રા, મહેશભાઇ, સુરેશભાઇ કાસુન્દ્રા સહીતના મોટી સંખ્યામા હાજર રહ્યા હતા.
