હળવદ: હળવદ તાલુકાના ચુંપણી ગામની સીમમાં વાડીમાં જુગાર રમતા પાંચ આરોપીને રોકડા રૂપીયા-૭૧,૨૦૦/- ના મુદામાલ સાથે મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયા છે જ્યારે અન્ય બે ઈસમો સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
પોલીસ અધિક્ષક મોરબી જીલ્લા મોરબીનાઓએ મોરબી જીલ્લામાં ગેરકાયેદસર રીતે ચાલતી પ્રોહિ.જુગારની પ્રવૃતિ અંકુશ લાવવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીનાઓને સુચના આપતા તેઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબી તથા એલ.સી.બી. મોરબીનો સ્ટાફ ઉપરોકત કામગીરી માટે પ્રયત્નશિલ હતા.
તે દરમ્યાન એલ.સી.બી. મોરબી પોલીસને બાતમી મળેલ કે, રોહીતભાઇ ચંદુભાઇ પટેલ રહે. ચુપણી ખેતરડી ગામ જવના રસ્તે આથમણી તરીકે ઓળખાતી વાડીમાં તા.હળવદ જી.મોરબી વાળો પોતાના કબજા ભોગવટા વાળી વાડીમાં બહારથી માણસો બોલાવી ગેરકાયદેસર રીતે ગંજીપતા વડે પૈસાની હારજીતનો તીન પતીનો રોન પોલીસનો જુગાર રમી રમાડી સાધન સગવડ પુરીપાડી તેની અવજેમાં પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે જે બાતમીના આધારે ચુપણી ગામની સીમમાં આવેલ વાડીમાં રેઇડ કરતા કુલ-૭ ઇસમો જુગાર રમતા હોય જેઓની પાસેથી રોકડ રૂ.૭૧,૨૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા કલમ હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીઓ રોહીતભાઇ ચંદુભાઇ કાલરીયા રહે. ચુપણી તા.હળવદ જી.મોરબી, અશોકભાઇ ગોરધનભાઇ જગોદણા રહે. નવી પીપળી તા.જી.મોરબી, ધર્મેન્દ્રભાઇ જેરામભાઇ બાવરવા રહે. મોરબી વાવડી રોડ, કુબેર નગર, હરસુખભાઇ ગાંડુભાઇ જેઠલોજા રહે. નવી પીપળી તા.જી.મોરબી, દિપકભાઇ ધનસુખભાઇ કાવર રહે. નવી પીપળી તા.જી.મોરબી વાળને પોલીસે ઝડપી પાડયા છે જ્યારે આરોપી દિનેશભાઇ બાલજીભાઇ જગોદા રહે. નવીપીપળી તા.જી.મોરબી, પરેશભાઇ ઉર્ફે પલ્લો મહાદેવભાઇ ઝાલરીયા રહે. મોરબી વાવડી રોડ, વાળા સ્થળ પરથી નાશી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાષ્ટ્ર હિત , શિક્ષક હિત ,સમાજ હિત ના કાર્યો કરતું ગુજરાતનું સૌથી મોટું શિક્ષકોનું સંગઠન છે જે દ્વારા સમાજના વિવિધ અગ્રણીઓ, શિક્ષકોને સાથે રાખી દર વર્ષે કર્તવ્ય બોધ દિવસ , ગુરુવંદન દિવસ ,માતૃશક્તિ દિનની ઉજવણી કરે છે, ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડા જન્મ...
મોરબીના પંચાસર રોડ પર નાની કેનાલ પાસેથી જાહેરમાં વિદેશી દારૂની બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પંચાસર રોડ પર નાની કેનાલ પાસેથી જાહેરમાં વિદેશી દારૂની બોટલ નંગ -૦૧ કિં રૂ. ૩૦૦...
ટંકારા તાલુકાના લજાઈ ગામના ઝાપાવાળી શેરીમાંથી કોઈ અજાણ્યો ચોર ઈસમ સિ.એન.જી. રીક્ષા ચોરી કરી લઇ ગયો હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાનો લજાઈ ગામે રહેતા અઝરૂદ્દીનભાઈ વલીભાઈ હેરંઝા (ઉ.વ.૩૨) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીની...