મોરબી પંથકમાં સતત અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થતી રહે છે જરૂરિયાતમંદ લોકો આવી પ્રવૃત્તિઓથી લાભાન્વીત થતા હોય છે,હાલના સમયમાં લોકોનું આરોગ્ય વિષયક સેવાઓની અતિ આવશ્યક છે ત્યારે સતવારા સહકાર મંડળ-મોરબીએ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (મોરબી)ના સહયોગથી *સર્વ રોગ નિદાન બ્લડ ગૃપિંગ તથા મેડિકલ દવા માટેનું કેમ્પનું અદકેરું આયોજન તા.25.12.22 ને રવિવારે સવારે 9.00 વાગ્યાથી બપોરના 1.00 વાગ્યા સુધી અત્રેની માધાપરવાડી શાળા ખાતે કરવામાં આવેલ છે,જેમાં મગજની બીમારી,હૃદયરોગ, જનરલ મેડિસિન,બાળરોગ, હાડકાની તકલીફો,ચામડીના રોગો સ્ત્રીરોગ,આંખની તકલીફ,ડેન્ટલ વગેરે રોગોના દર્દીઓની નિષ્ણાંત ડોકટરો દ્વારા તપાસ કરવામાં આવશે અને નિઃશુલ્ક દવાઓ પણ આપવામાં આવશે તો ખુબજ મોટી સંખ્યામાં દર્દીઓને આ મેડીકલ કેમ્પનો લાભ લેવા સતવારા સહકાર મંડળ- મોરબીના કાર્યકર્તાઓએ જણાવ્યું છે,
મોરબીના પંચાસર રોડ પર ઉમીયા માર્કેટ નજીકથી પીધેલ હાલતમાં બકવાસ કરતા ત્રણ શખ્સોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના પંચાસર રોડ પર ઉમીયા માર્કેટ નજીક કેફીપીણુ પીધેલ હાલતમાં બકવાસ કરતા ત્રણ ઈસમો મનોજભાઇ નરભેરામભાઈ ઉધરેજા...