Friday, September 27, 2024

મોરબીના આંગણે 19 થી 25 ડીસેમ્બર સુધી હનુમાન ચાલીસા કથાનું આયોજન

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: સર્વે ભાવિક ભકતોને જણાવાનુ કે તારીખ ૧૯-૧૨-૨૦૨૨, સોમવાર થી તારીખ: ૨૫-૧૨-૨૦૨૨, રવિવાર સુધી સાત દિવસ પૂજય હરિપ્રકાશદારાજી સ્વામી (સાળંગપુરધામ)નાં મુખેથી આપણા મોરબીનાં આંગણે સન સિટી ગ્રાઉન્ડ રવાપર ઘુનડા રોડ મોરબી ખાતે શ્રી હનુમાન ચાલીસા કથાનું આયોજન કરેલ છે તેનો લહાવો મળશે ત્યારે આ કથામાં ભવ્ય તથા દિવ્ય પોથીયાત્રા તથા કથામાં આવતા બધાજ પ્રસંગો આપણે સૌ સાથે મળીને ભવ્યતિભવ્ય રીતે ઉજવશુ, તો ભવ્ય જ્ઞાનયજ્ઞનો લાભ લેવા ધર્મ પ્રેમી જનતાને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં તા.૧૯-૧૨-૨૦૨૨ ને સોમવારના રોજ સાંજે ૭:૦૦ કલાકે સ્થળ ઈડન ગાર્ડન, S.P રોડ, મોરબી થી કથા ગ્રાઉન્ડ સીધી પોથીયાત્રા નીકળશે. તા. ૧૯ ડીસેમ્બર ને સોમવારે રાત્રે ૮:૩૦ કલાકે સંતોના વરદ હસ્તે એવા કથાના યજમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરવામાં આવશે. તા. ૧૯ ડીસેમ્બર સોમવારે રાત્રે ૮:૩૦ કલાકે કથાનો પ્રારંભ કરવામાં આવશે. તેમજ તા. ૨૪-૧૨-૨૦૨૨ ને શનિવારના રોજ અન્નકુટ ઉત્સવ અને હનુમાન જન્મોત્સવ ઉજવાશે. (૫૧ કિલો. ચોકલેટ-કેડબરી દાદાને ધરાવવામાં આવશે, ૧૦૮ કિલો. પુષ્પવર્ષાથી હનુમાનજી મહારાજના સંતો-ભકતોને વધાવવામાં આવશે. અનેક પ્રકારના હનુમાનજી અને વાનરસેના ના દર્શન થસે, સમગ્ર સભા મંડપને ફુલો અને ફુગ્ગાઓથી સજાવવામાં આવશે.) તથા તા.૨૫-૧૨-૨૦૨૨ ને રવિવારના રાત્રે ૧૧:૩૦ કલાકે કથાને પુર્ણાહુતી આપી પુર્ણ કરાશે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર