Friday, September 27, 2024

મારામારી દેશીદારૂ ગુન્હાઓમા અવાર નવાર પકડતા ચાર ઇસમોને હદપાર કરાયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મારામારી દેશીદારૂ ગુન્હાઓમા અવાર નવાર પકડાતા ચાર ઇસમોને મોરબી સીટી-એ ડીવિઝન પોલીસે હદપાર કર્યા.

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક નાંઓની સુચના તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ, મોરબી નાંઓના માર્ગદર્શન હેઠળ મોરબી શહેરમાં અસામાજીક તત્વોની પ્રવૃતીઓને ડામવા સુચના થતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વીસ્તારમાં અવાર નવાર મારામારી તેમજ દેશીદારૂ જેવા ગુન્હાઓમા પકડાયેલ અસામાજીક ઇસમ દાઉદ ઉર્ફે દાવલો મામદભાઇ પલેજા રહે.કાલીકા પ્લોટ,બાવા અહેમદશા મસ્જીદની બાજુમા,મોરબી, ફરદીનભાઇ દાઉદભાઇ પલેજા ઉ.વ.૨૧ રહે.કાલીકા પ્લોટ,બાવા અહેમદશા મસ્જીદની બાજુમા,મોરબી, અરમાનભાઇ દાઉદભાઇ ઉર્ફે દાવલો પલેજા રહે.કાલીકા પ્લોટ,બાવા અહેમદશા મસ્જીદની બાજુમા,મોરબી, જાવીદભાઇ ઉર્ફે મીટર અલીભાઇ પલેજા રહે. કાલીકા પ્લોટ, બાવા અહેમદશા મસ્જીદની બાજુમા, મોરબી મુળ રહે.માણાબા તા.માળીયા(મી) વાળાઓ વિરુધ્ધ મોરબી સીટી એ ડીવીઝન દ્રારા હદપારીની પ્રપોઝલ કરવામા આવેલ જે અન્વયે સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ પ્રાંત કચેરી મોરબીનાઓએ હદપારી મંજુર કરતા સામાવાળા ચાર ઇસમોને છ માસ માટે મોરબી જીલ્લા,રાજકોટ શહેર ,રાજકોટ ગ્રામ્ય, જામનગર, સુરેન્દ્રનગર, કચ્છ જીલ્લાઓમાથી હદપાર કરેલ હોય જેથી ચારેય ઇસમોને હદપારીની બજવણી કરી આ તમામ જીલ્લાઓ બહાર મોકલી આપવા તજવિજ કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર