Friday, September 27, 2024

મોરબીના નવા સાદુરકા ગામે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી.ના સ્ટોરરૂમમાંથી 23.24 લાખના મતામાલની ચોરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી તાલુકાના નવા સાદુરકા ગામની સીમમાં આવેલ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી., ના કેમ્પસમાં આવેલ સ્ટોરરૂમમાથી રૂ.૨૩,૨૪,૩૪૪ના મતામાલની ચોરી અજાણ્યા ઈસમો કરી ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મુળ સુરતના અને હાલ મોરબી તાલુકાના નવા સાદુરકા ગામે રહેતા નાયબ કાર્યપાલક ઈજનેર મયુરભાઈ રમેશભાઈ ચોરવાડીયા (ઉ.વ.૩૩) એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૩-૧૧-૨૦૨૨ થી ૧૩-૧૨-૨૦૨૨ની વચ્ચે કોઈપણ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમે ફરીયાદીની જાહેર આરોગ્ય. યાત્રીક પેટા વિભાગ, મોરબી, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, મોરબીની કચેરીના સ્ટોરરૂમની પાછળની બાજુ આવેલ બારીની ગ્રીલ કાઢી/તોડી સ્ટોર રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી સ્ટોરરૂમમાંથી સબમર્શીબલ પંપ મોટર સેટ-૭ તથા મોટર નંગ-૧૧ તથા કુલ જુદી જુદી સાઇઝના ૧૦,૧૩૩ મીટરના કેબલ, મળી કુલ રૂ.-૨૩,૨૪,૩૪૪/- ના માલ સામનની ચોરી કરી લઇ ગયા હોવાની ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લી., ના નાયબ કાર્યપાલક ઇજનેર મયુરભાઈએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ- ૪૫૪, ૪૫૭, ૩૮૦, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર