Friday, September 27, 2024

મોરબી રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા ૩૫૦થી વધુ જરૂરીયાતમંદો ને ધાબળા વિતરણ કરવા માં આવ્યુ.

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ધારાસભ્ય જીતુભાઈ સોમાણી નુ મોરબી મુકામે અદકેરૂ સન્માન કરવા રઘુવંશી ક્રાંતિ મંચ ની બેઠક માં નિર્ણય.

રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા મોરબી માં વસતા રઘુવંશી પરિવારો ની ડીઝીટલ પ્લેટફોર્મ પર ડેટા બેંક તૈયાર કરવા માં આવશે.

શિયાળા ના સમય માં કડકડતી ઠંડી માં જરૂરીયાતમંદો ને હુંફ મળી રહે તે હેતુસર મોરબી રઘુવંશી ક્રાંતિ મંચ ના અગ્રણીઓ દ્વારા ૩૫૦થી વધુ જરૂરીયાતમંદો ને ધાબળા વિતરણ કરવા માં આવ્યુ હતુ. તે ઉપરાંત રઘુવંશી ક્રાંતિ મંચ ની બેઠક માં મોરબી રઘુવંશી સમાજ ના ઉત્કર્ષ માટે વિવિધ કાર્યક્રમો ના આયોજન ઉપરાંત વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર જંગી બહુમતી થી વિજયી થનાર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ના મોરબી મુકામે અદકેરૂ સન્માન યોજવા નિર્ણય લેવા માં આવ્યો હતો. જે સન્માન સમારોહ માં મોરબી લોહાણા મહાજન ઉપરાંત રઘુવંશી સમાજ ની દરેક સંસ્થાઓ દ્વારા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી નુ સન્માન કરવા માં આવશે તેમ ઉપસ્થિત લોહાણા સમાજ ના અગ્રણીઓએ જણાવ્યુ હતુ.

રઘુવંશી ક્રાંતિ મંચ ના કેન્દ્રીય પ્રમુખ ડો.ધર્મેશભાઈ ઠક્કર, કેન્દ્રીય અગ્રણી મહેશભાઈ નગદીયા, મુન્નાભાઈ ઠક્કર, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ સોનલબેન વસાણી, ઉપપ્રમુખ મેહુલભાઈ નથવાણી, મંત્રી ભાવીનભાઈ સેજપાલ ના માર્ગદર્શન હેઠળ મોરબી મુકામે મળેલ રઘુવંશી ક્રાંતિ મંચ ની બેઠક માં આગામી સમય માં મોરબી મા વસતા રઘુવંશી પરિવારો ની ડીઝીટલ ડેટાબેંક તૈયાર કરવા માં આવશે તેમ સંસ્થાએ યાદી માં જણાવ્યુ છે. આ તકે મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, રઘુવંશી ક્રાંતિ મંચ મોરબી જીલ્લા પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી, જીલ્લા મહિલા પ્રમુખ મેઘાબેન પોપટ, શહેર પ્રમુખ તેજશભાઈ બારા, રઘુવંશી યુવક મંડળ ઉપપ્રમુખ જયેશભાઈ કોટેચા, જલારામ સેવા મંડળ પ્રમુખ નિર્મિતભાઈ કક્કડ, કીશોરભાઈ ચંડીભમર, નૈમિષભાઈ પંડિત, દીપકભાઈ પોપટ, હર્ષદભાઈ પંડિત, દીનેશભાઈ ભોજાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ પોપટ, અમિતભાઈ દક્ષિણી, હકાભાઈ રાજા, નિલેશભાઈ ખખ્ખર, કીશોરભાઈ પલાણ, દીપકભાઈ સોમૈયા, પરેશભાઈ કાનાબાર,વિશાલભાઈ ગણાત્રા, ચિરાગભાઈ રાચ્છ, નિખિલભાઈ છગાણી, કીશોરભાઈ ઘેલાણી, સુનિલભાઈ પુજારા, પરિમલભાઈ ઠક્કર, અમિતભાઈ પોપટ, અનિલભાઈ ગોવાણી, જીતુભાઈ કોટક, જીતુભાઈ પુજારા, જયંતભાઈ રાઘુરા, રોનકભાઈ કારીયા, જગદીશભાઈ કોટક, પપ્પુભાઈ ચંડીભમર, રમેશભાઈ બુધ્ધદેવ, કમલેશભાઈ ભોજાણી, મુકુંદભાઈ મીરાણી, કીર્તિભાઈ પાવાગઢી, રાજુભાઈ સોમૈયા, અજયભાઈ કક્કડ, મનોજભાઈ ચંદારાણા ઉપરાંત મહિલા મંડળ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર