Sunday, September 22, 2024

મોરબી માંથી રૂ.2.82 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરી ગયેલ મુદામાલ સાથે બે ઈસમોને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાંચ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી મોરબી: તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ રૂપીયા ૨,૮૨,૧૬૯૮- ની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરીમાં ગયેલ મુદામાલ સાથે બે આરોપીઓને ગણતરીની દિવસોમાં પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાંચ.

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધિક્ષક મોરબીનાઓ દ્વારા મોરબી જીલ્લામાં બનતા શરીર/મિલકત સબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા.

ગઇ તા.૨૨,૨૩/૧૧/૨૦૨૨ ના રાત્રીના સમયે શીવીસ માઇક્રોન એલ.એલ.પી. કારખાનાના મજકુરની ઓરડીમાં મજુર સુતા હતા તે વખતે કોઇ અજાણ્યા ચોર ઇમસે ઓરડીમાં પ્રવેશ કરી મોબાઇલ ફોન નંગ – ૪ તથા રોકડા રૂા.૨,૨૦૦/- તથા કપડા ભરેલ થેલો ચોરી કરેલ લઇ ગયેલ હોય જે ચોરીમાં ગયેલ ફરીયાદીનો મોબાઇલ ફોન બેંક એકાઉન્ટ સાથે લીંક હોય જે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી ફરીયાદીની જાણ બહાર ફરીયાદીના એકાઉન્ટમાં રહેલ રોકડા રૂ. ૨,૫૯,૪૬૯/- ટ્રાસ્કર / વિથડ્રોઅલ કરી કુલ રૂા.૨,૮૨,૧૬૯ા- ની મતાની કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે મોરબી તાલુકા પો.સ્ટે.માં એ પાર્ટ ઇ.પી.કો.કલમ ૪૫૭, ૩૮૦ તથા ઇન્ફર્મેશન ટેકનોલોજી એકટ ની કલમ ૬૬, ૬૬(સી), ૬૬ડી) મુજબનો ગુન્હો તા.૨૯/૧૧/૨૦૨૨ ના કલાક-૧૯/૧૫ વાગ્યે રજીસ્ટર કરાવેલ હતો, જે ગુનો વણશોધાયેલ હોય જેથી તાત્કાલીક એલ.સી.બી. પેરોલ ફર્લો સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી બનાવ સ્થળનુ નીરીક્ષણ કરી ચોરી કરનાર ઇસમો તથા મુદામાલ શોધી કાઢવા પ્રયત્નશીલ હતા દરમ્યાનમાં પોલીસને બાતમી મળેલ કે, સદર ગુન્હાને અંજામ આપનાર ઈબ્રાહીમ સાઓ મામદ ઈબ્રાહીમ બેતારા રહે, ઓખામંડળ ગાંધીનગર ભુંગો, વાછળાદાદાની ગલીમા તા.જી. દેવભુમી દ્વારકા, અલારખા કરીમભાઇ આદમભાઇ મોખા જાતે ભડાલા ઉ.વ.૨૪ રહે. કૃષ્ણનગર, કૌશીકની દુકાન પાછળ, સુરજ કરાડી, ઓખામંડળ તા.જી.દેવભુમી, વાળાઓ મોરબી રવીરાજ ચોકડી ખાતે હોવાની મળેલ બાતમીના આધારે રવીરાજ ચોકડી ખાતે આરોપીઓ પાસેથી આ ગુનામાં ગયેલ મુદામાલ તથા આરોપીઓને હસ્તગત કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપવા અંગેની કાર્યવાહી હાથ ધરેલ છે.

પોલીસે કબજે કરેલ મુદામાલ
, અલગ અલગ દરની ચલણી નોટો મળી કુલ રોકડા ગ઼.૧,૧૯,૦૦૦/-, ચોરીમાં ગયેલ અલગ અલગ કંપનીના મોબાલઇ ફોન નંગ – ૪ કુલ કી.રૂ.૨૦,૫૦૦/-, બેંક એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી મેળવેલ રૂપીયામાંથી ખરીદ કરેલ સોના ચાંદીના દાગીના તથા મોબાઇલ ફોન નંગ – ૧ મળી કુલ કી.રૂ.૭૪,૦૬૩/, અલગ અલગ જગ્યાએથી અલગ અલગ કંપનીના ચોરી કરેલ મોબાઇલ ફોન નંગ કિં.રૂા.૯,૫૦૦/- મળી કુલ રૂા.૨,૨૩,૦૬૩/- મુદામાલ કબ્જે કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર