પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) એ ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય યોજના છે. આ યોજના 2019 માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાનો ઉદ્દેશ તમામ ખેડૂતને વધારાની આવક પૂરી પાડવાનો છે. આ યોજના અંતર્ગત સરકાર લાભાર્થી ખેડુતોને દર નાણાકીય વર્ષે 6,000 રૂપિયાની રોકડ સહાય પૂરી પાડે છે. આવી સ્થિતિમાં, સરકાર પ્રત્યેક ચાર મહિનામાં લાભાર્થી ખેડૂતોના બેંક ખાતાઓમાં સીધી 2 હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરે છે. જો કે, કેટલાક ખેડૂત પરિવારો સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલી કેટલીક શરતોને કારણે યોજનાનો લાભ મેળવી શકતા નથી. જો કે, હવે જમીનના હોલ્ડિંગનું કદ સમાપ્ત થઈ ગયું છે.
જ્યારે પીએમ કિસાન યોજના શરૂ કરવામાં આવી હતી, ત્યારે ફક્ત એવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો હતો જેમની પાસે બે હેકટર સુધીની ખેતીલાયક જમીન હોઈ. આનો અર્થ એ કે આ યોજના નાના અને સીમાંત ખેડૂત પરિવારો સુધી મર્યાદિત હતો. જો કે, જૂન 2019 માં આ યોજના સાથે સંકળાયેલ શરતોમાં સુધારો કરવામાં આવ્યો છે અને ખેતીલાયક જમીનના કદ સાથે સંબંધિત મર્યાદા દૂર કરવામાં આવી છે. આનો અર્થ એ કે તમારી પાસે વધુ જમીન હોવા છતાં પણ તમને આ યોજનાનો લાભ મળશે.
તેમ છતાં કેટલાક ખેડૂત પરિવારો છે જેમને આ યોજનાનો લાભ મળી શકતો નથી:
* સંસ્થાગત ખેડુતો આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.
* જો કોઈ વ્યક્તિ કોઈ બંધારણીય હોદ્દો ધરાવે છે અથવા ભૂતકાળમાં હોદ્દો ધરાવતા હોય અને ખેતી કરે છે, તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં.
* રાજ્ય અથવા કેન્દ્ર સરકાર અથવા જાહેર ક્ષેત્રની કંપની અથવા સરકારી સ્વાયત સંસ્થાઓના સેવાગત અથવાસેવા નિવૃત્ત કર્મચારીઓ (મલ્ટિ ટાસ્કિંગ અથવા ગ્રુપ ડી અથવા વર્ગ-4ના કર્મચારીઓને બાદ કરતાં)
*10,000 રૂપિયાથી વધુની માસિક પેન્શન મેળવતા લોકોને આ યોજનાનો લાભ મળી શકશે નહીં. જો કે, આ નિયમ મલ્ટિ ટાસ્કિંગ, ગ્રુપ ડી અથવા વર્ગ-4ના કર્મચારીઓને લાગુ પડતો નથી.
*અગાઉના એસેસમેન્ટ વર્ષમાં આવકવેરો ભરનારાઓ આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.
*ડોકટરો, ઇજનેરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટ્સ અને વ્યાવસાયિક સંસ્થાઓ સાથે નોંધાયેલા આર્કિટેક્ટ્સ પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવવા માટે પાત્ર નથી.