મોરબી: નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કૂલમાં હર હંમેશ બાળકોને લાઈવ જ્ઞાન મળે તે માટે એક્ટિવિટી થતી જ રહે છે તેના ભાગ રૂપે આજે નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલમાં “Community Helpers”ની પ્રવૃત્તિ કરાવેલ હતી. આ પ્રવૃત્તિનો ખાસ ઉદ્દેશ્ય નવયુગ ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલના સ્ટુડન્ટ્સને દરેક ફિલ્ડનું પ્રેક્ટિકલી જ્ઞાન મળે ઉપરાંત અત્યારથી જ દરેક community Helper આપણા સમાજ માટે કેટલા ઉપયોગી છે તથા સમાનતાની ભાવના કેળવવા માટે આ એક્ટિવિટી કરાવેલ છે.
આમાં દરેક બાળક સમાજ ઉપયોગી કોઈ એક પાત્ર બનીને આવેલા હતા , તેમાં બાળકોના માતા પિતા એ પણ ખૂબ મહેનત કરી અને સાથે રૂબરૂ મુલાકાત લઈ બાળકોને બિરદાવ્યા હતા.
નવયુગ ઇન્ટરનેશનલ પ્રીસ્કૂલ બાળકોના ઘડતર માટે આવી અનેક અભ્યાસને લગતી પ્રવૃત્તિઓ થતી હોઈ છે બાળકોની સાથે પેરેન્ટ્સ પણ ઉત્સાહ પુર્વક ભાગ લે છે અહીં બાળકોને રંગબેરંગી ચિત્રો વચ્ચે અભ્યાસ કરી શકે એ વિચાર સાથે નવયુગ ઇન્ટરનેશનલ સ્કૂલ બનાવેલ છે જેમાં સ્વિમિંગ પૂલ, સોફ્ટ રૂમ તથા બાળકોને ગાર્ડન તેમજ એમ. પી. થિયેટર સાથે મોરબીની સૌથી મોટી ઇન્ટરનેશનલ પ્રિ સ્કૂલ બનાવેલ છ.
હળવદ: GMERS મેડીકલ કોલેજ મોરબી તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળિયાના સહયોગ થી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળિયા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બ્લડ ડોનેશન કેમ્પને ગામના સરપંચ વશરામભાઈ સોલંકી, તાલુકા અગ્રણી લાલભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી હળવદ દ્વારા દિપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને...
મોરબી જીલ્લાની સરકારી શાળામાં ધોરણ ૬ થી ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કિલ ડેવલોપમેન્ટ થાય તે માટે જીલ્લા કક્ષાએ એલ. ઈ. કોલેજ મોરબી ખાતે તા: ૧૨-૧૩-૧૪ એમ ત્રી- દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવેલ.
જે અંતર્ગત પ્રથમ દિવસે ડ્રોઈંગ, ચેસ અને વાર્તા-કાવ્ય લેખનમાં રસ ધરાવતા કુલ ૮૮ વિદ્યાર્થીઓએ આ સ્કિલ ડેવલોપમેન્ટ વર્કશોપમાં...
વાંકાનેર તાલુકાના પાડધરા ગામ નજીક આવેલ મહાનદિના પુલ પરથી દેશી દારૂની હેરાફેરી કરતા દેશી દારૂ લિટર -૫૦૦ ભરેલ ઈકો કાર સહિત કુલ કિં રૂ. ૪,૦૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે કાર ચાલકને વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમે ઝડપી પાડયો છે.
વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પોલીસને સંયુક્ત ખાનગી રાહે મળેલ...