Wednesday, September 25, 2024

મોરબી ક્રિકેટ એસો.ના હેડ કોચ નિશાંત જાનીએ ICC લેવલ 3ની તાલીમ પૂર્ણ કરી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના જાણીતા ક્રિકેટર અને જીલ્લા ક્રિકેટ એસોસિએશનના મુખ્ય કોચ તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનની સિનિયર મહિલા ટીમના હેડ બેટિંગ અને ફિલ્ડિંગ કોચ નિશાંત જાનીને વધુ એક સિદ્ધિ સાંપડી છે. તાજેતરમાં તેમની ક્રિકેટ કોચિંગના સર્વોચ્ચ કક્ષા ICC લેવલ 3ની તાલીમ પૂર્ણ કરી છે.

ICC લેવલ 3 અંગે વિગતે વાત કરીએ તો ગુજરાતમાં લેવલ 3ના કોચ ખુબ જ જુજ છે. જે ક્રિકેટ કોચિંગ સાયન્સ પર આધારિત છે. આ કોર્સમા બાયો-મિકેનિસ, નુરો, ઓર્થો અને મેચ દરમિયાન માથા થયેલી ઈજાઓમાં સારવાર કેમ અપવી, કોઈ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થાય તો તેબે કોચના માર્ગદર્શન હેઠળ કઈ રીતે યોગ્ય સારવાર પ્રદાન કરવી તેનો અભ્યાસ કરવામાં આવે છે. નોંધનીય છે કે, નિશાંત જાનીએ આ પૂર્વે 2016માં લેવલ 1, 2018માં લેવલ 2 અને તાજેતરમાં લેલવ 3ની તાલીમ સફળતાપૂર્વક પ્રાપ્ત કરી છે.

આ અંગે નિશાંત જાનીએ જણાવ્યું હતું કે, લેવલ 3 વિશ્વભરના આંતરરાષ્ટ્રીય ખેલાડી આવે છે. જેમા એબોટ (દક્ષિણ આફ્રિકા), જીવન (શ્રીલંકા),
ઉપુલ થારંગી (શ્રીલંકા) આવા મોટા ગજાના ક્રિકેટરો સામેલ છે. આ મહાનુભાવો પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી તાલીમ મેલવાનો લ્હાવો અલગ છે તેવું નિશાંત જાનીએ જણાવ્યું હતું અને વધુમાં તેમણે કહ્યું હતું કે, લેવલ 3માં ખૂબજ વિગતવાર તાલીમ પ્રદાન કરવામાં આવે છે. જેમાં એક કોચ તરીકે ટીમના ખેલાડીઓના મનોભાવને સમજવ અને કોચ ભલે આંતરરાષ્ટ્રીય કક્ષાનો મેચ ન રમે પણ પોતાના ક્રિએટિવ વિચારોથી ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શક્તિ ખીલવીને કઈ રીતે તેને મહારથી બનાવવા તેની તાલીમ લેવલ 3માં પ્રદાન કરવામાં આવે છે. આ તાલીમમાં ડી બ્રેફિંગ, કેસ સ્ટડી, પીચ ક્યુરેટિંગ, અને કન્ડીશનીંગ, દવાઓ અને ન્યુટ્રીશિયન સહિતનું જ્ઞાન પ્રદાન કરવામાં આવે છે.

ઉલ્લેખનીય કે આ સર્ટિફાઈડ કોર્સ પ્રાપ્ત કરનાર કોચ વિશ્વના કોઈપણ ખૂણે ક્રિકેટની ઇન્ટરનેશનલ ટીમના કોચ બનાવની લાયકાત ધરાવે છે.જે અંગે કોચ નિશાંત જાનીએ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ જયદેવ શાહ, હિતેશ ગોસ્વામી જેઓ લેવલ ૩ ફેકલ્ટી છે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો તે ઉપરાંત મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના પ્રેસિડેન્ટ કાંતિભાઈ અમૃતિયાનો પણ મળતો રહ્યો છે અને તેઓએ મોરબીના ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે નીખરી સકે છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હોય જે બદલ તેમનો પણ આભાર વ્યક્ત કર્યો હતો નિશાંત જાનીએ ઉમેશ પટવાલ જે એમના છેલ્લા ૧૪ વર્ષથી મેન્ટરીંગ કરે છે એવા એમના ગુરુ પણ ઇન્ટરનેશનલ ટીમ સાથે જોડાયેલા છે નિશાંત જાનીએ કહ્યું હતું કે તેઓ ઉમેશ પટવાલ સાથે સતત નવી ટેકનીક્સ શીખતા રહે છે અને મેન્ટરીંગ પણ કરતા રહે છે

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર