Wednesday, September 25, 2024

PWD મતદારો માટે મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

PWD તથા વરિષ્ઠ મતદારોને મતદાનની પ્રક્રિયામાં વધુને વધુ ભાગીદાર બનાવવા વિશેષ આયોજન

હાલમાં મોરબી જિલ્લામાં વિવિધ સ્થળોએ PWD નોડલ અધિકારી અને ઇન્ચાર્જ મોરબી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી વૈશાલીબેન જોશીના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ મતદાર અને વરિષ્ઠ મતદાર જાગૃતિના કાર્યક્રમોનું આયોજન તથા વિવિધ બુથ પર રેમ્પ વગેરે સુવિધાની ચકાસણી કરવામાં આવી રહી છે.
દિવ્યાંગો માટે મતદાન સુગમ બને તે માટે જિલ્લા ચૂંટણી શાખા અને જિલ્લા વહેવટીતંત્ર દ્વારા અનેકવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેથી વધુ ને વધુ PWD મતદારો આ મતદાનના લોકશાહીના અવસરમાં ભાગીદાર બને. કોઈ PWD મતદાર કે વરિષ્ઠ મતદાર મતદાનથી વંચિત ન રહી જાય તે માટે તેમને મતદાન માટે પ્રેરિત તથા જાગૃત કરવા માટે વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

જે અંતર્ગત નવજીવન વિકલાંગ સેવાશ્રય, કાઠિયાવાડ બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમ સહિત મોરબી, ટંકારા, વાંકાનેર અને હળવદના અનેક સ્થળોએ PWD નોડલ અધિકારી વૈશાલીબેન જોશીના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર