વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામની તેજપુર યુનિવર્સિટીના 18 મા દિક્ષાંત સમારોહને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં આસામના મુખ્ય પ્રધાન સર્બાંનંદ સોનોવાલ પણ હાજર રહ્યા હતા. સમારંભને સંબોધતા વડા પ્રધાને કહ્યું કે આજે 1200 થી વધુ વિદ્યાર્થીઓ માટે આજીવન યાદ રહી જનારી ક્ષણ છે. કોરોના રસી અંગે વડા પ્રધાને કહ્યું કે આજે ભારત વિશ્વના ઘણા દેશોને સલામતી કવચનો વિશ્વાસ આપી રહ્યો છે. તેમણે કહ્યું કે, ભારતમાં સૌથી મોટુ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ભારતીય ટીમનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે ખેલાડીઓએ ઈજા હોવા છતાં રમત ચાલુ રાખી હતી અને ઑસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચ્યો હતો. મોદીએ ભારતીય ટિમ પાસેથી મળતી શિખ અંગે કહ્યું કે, ‘પોતાની ક્ષમતા પર વિશ્વાસ હોવો જોઈએ, જો તમે એવું કરશો તો મુશ્કેલ કામ પણ સરળ થઈ જશે.’ આવા વિચારોથી જ ભારતીય ટીમે શાનદાર જીત હાંસલ કરી છે. ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમના વલણમાં પરિવર્તન આવવાનું એક મહાન ઉદાહરણ છે. પહેલી ટેસ્ટ હાર્યા પછી પણ તેણે લડત ચાલુ રાખી. આમ મોદીએ તેના સંબોધનમા ભારતીય ટિમના જોરદાર વખાણ કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેજપુર સેન્ટ્રલ યુનિવર્સિટીના 18 મા દિક્ષાંત સમારોહને સંબોધન કર્યો હતો. તેમણે 2020 માં પાસ થનારા વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમાની ડિગ્રી એનાયત કરી.