Tuesday, September 24, 2024

મોરબીમાં પોલીસે રોકડ રકમ દોઢ લાખ અને આઇપેડ ભરેલી બેગ મૂળ માલિકને પરત સોંપી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી : મોરબીમાં પોલીસને રસ્તામાંથી મળેલી લેધર બેગ કે જેમાં રોકડ રકમ રૂ દોઢ લાખ, આઇપેડ અને પેન ડ્રાઇવ હતા તેને મૂળ માલિકને પરત સોંપી પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે.

પોલીસ અધિક્ષકની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં દરેક પોલીસ સ્ટેશનમાં આગામી વિધાનસભા ચુંટણી સબબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુન્હાખોરી ડામવા સારૂ સતત પોલીસ પેટ્રોલીંગ કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને પોલીસ હેડ કોન્સ્ટેબલ જગદિશભાઇ જીવણભાઇ ડાંગર તથા અના પોલીસ કોન્સ્ટેબલ લાલભા રધુભા ચૈાહાણ તથા અના પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઇ નારણભાઇ ગોખરૂ એમ બધા લગધીર બીટ વિસ્તારમાં સર્કીટ હાઉસ તરફથી ઉમાટાઉનશીપ રોડ તરફ પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન ભારતી ગર્લ્સ હાઇસ્કુલ પાસે રોડ ઉપર પહોંચેલ તે દરમ્યાન રોડ ઉપર નીચેના ભાગે એક લેધરબેગ સારી હાલતમાં પડેલ પોલીસ કોન્સ્ટેબલ લાલભા ચૌહાણને જોવામાં આવતા શંકા જતા ઉભા રહી તે લેધરબેગ તપાસતા તેમાં રોકડ રૂપિયા ૧,૫૦,૦૦૦/- તથા એક આઇપેડ તથા એક પેનડ્રાઇવ તથા ડાયરી એમ વસ્તુ જોવામાં આવતા કોઇ રાહદારીનો કિમતી સામાન હોય જેથી જરાપણ વિચાર કર્યા વગર પ્રમાણીકતા દાખવી તેના માલિક બાબતે તપાસ કરતા પાર્થભાઇ જયંતીભાઇ કાલરીયા ઉવ.૨૮ ધંધો.વેપાર રહે શનાળા રોડ મોરબી વાળાનું હોવાની ખરાઇ કરી તેઓને પોલીસ સ્ટેશન ખાતે બોલાવી મળી આવેલ થેલો જેમનો તેમ મુળ માલિકને પરત સોંપી આપી અને પોલીસે પ્રમીણીકતાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ છે. અને પોલીસ વિભાગનું નામ રોશન કરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર