Tuesday, September 24, 2024

મોરબીમાં ગાંધીચોક નજીકથી વધુ એક ઈસમ પીસ્તોલ તથા બે કાર્ટીસ સાથે ઝડપાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબીમાં ગાંધીચોક નજીકથી દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા બે કાર્ટીસ સાથે એક આરોપીને મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ આગામી સમયમાં વિધાનસભાની સામાન્ય ચુટણી-૨૦૨૨ માં કાયદો અને વ્યવસ્થાની પરીસ્થિતી જળવાય રહે અને સમગ્ર ચુંટણી મુકત અને ન્યાય વાતાવરણમાં યોજાય તેવા હેતુસર ગેરકાયદેસર પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સારૂ પોલીસ અધિક્ષક મોરબી નાઓને આ અંગે વધુને વધુ કામગીરી કરવા સુચના કરેલ હોય જેથી તેઓએ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર મોરબી નાઓને જરૂરી સુચના માર્ગદર્શન આપતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. મોરબીનાઓ એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કોડ, મોરબીના સ્ટાફ સાથે કામગીરી કરવા પ્રયત્નશીલ હતા.

તે દરમ્યાન એલ.સી.બી.ના પોલીસ હેડ કોન્સ્ટેબલને મળેલ ખાનગી બાતમીના આધારે આરોપી ભાવેશભાઇ નીરૂભાઇ જાદવ ઉવ.૩૦ ધંધો-મજુરી રહે. ધ્રાંગધ્રા નરશીપરા મુનકાની વાડી તા.ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને ગેરકાયદેસર દેશી હાથબનાવટની લોખંડની મેગ્જીન વાળી પીસ્તોલ-૧ કિ.રૂ.૧૦,૦૦૦/- તથા જીવતા કાર્ટીસ-૨ કિ.રૂ.૨૦૦/ મળી કુલ કિ.રૂ.૧૦,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપવા કાર્યવાહી હાથ ઘરેલ છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર