મંત્રી બ્રિજેશભાઈ મેરજાની મહેનત રંગ લાવી કેનાલમાં પાણી આવતા ખેડુતો ખુશખુશાલ
મોરબી પંથકમાં ખેતી માટે નર્મદા કેનાલમાંથી પાણી પૂરતા ફોર્સ સાથે આવે તો જ મોટા ભાગના વિસ્તારોમાં શિયાળુ ખેતી થઈ શકે ચાલુ વર્ષે ચોમાસામાં સતત વરસાદ ચાલુ રહ્યો હોવાથી ચોમાસુ પાક નિષ્ફળ ગયો હોય એવી પરિસ્થિતિ હોય શિયાળુ પાક ઉપર ખેડૂતોનો મોટો આધાર છે
પણ છેલ્લા અઠવાડિયાથી નર્મદા કેનાલમાં પાણી ખુબજ નહિવત આવતું હતું,તપાસ કરતા માલુમ પડ્યું કે કોઈકે કેનાલમાં ઝેરી કેમિકલ નાખી દીધું હતું પાકને નુકશાન ન થાય એટલા માટે પાણી બંધ કરાવી કેમિકલ કઢાવી કેમિકલનો લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યું હતું. ફરીથી કેનાલ ચાલુ કરવા માટે મંત્રી બ્રિજેશભાઈ મેરજા સતત પ્રયત્નશીલ હતા પણ વચ્ચેથી ખેડૂતો પાણીનો મોટો જથ્થો ઉપાડી લેતા હોય મોરબી- માળીયા પંથકના ખેતરોમાં કેનાલમાં ઓછું પાણી આવતું હોય ખેડૂતો બ્રિજેશભાઈને વારંવાર રજુઆતો કરતા હતા રજાના દિવસોમાં પણ મંત્રીએ સતત ફોલો અપ લઈને ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં Dhrangadhra Branch Canal
Ch. 89 Km (Dam Inlet) = 1.8 meter(390 cusecs)
Ch. 91Km (Dam Outlet) = 1.5 meter (305 cusecs)
Brahmani-2 Dam level= 42.05 m
Brahmni 2 D/s ma gate open કરાવી મોરબી-માળીયા પંથકમાં પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ માટે રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા સાંસદ મોહનભાઈ કુંડારિયા, ખેડૂત અગ્રણી મગનભાઈ વડાવીયા જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા વગેરેની મહેનત રંગ લાવતા ખેડૂતો પણ ખુશખુશાલ થયા.