મોરબી: માળિયા (મી) તાલુકાના ચમનપર ગામે તળાવમાં નહાવા પડેલ યુવકનુ પાણીમાં ડૂબી જતાં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ માળિયા (મી) તાલુકાના કુંતાસી ગામના રહેવાસી અને હાલ ચમનપર ગામે રહેતા વિજયભાઈ ડાયાભાઇ પરમાર ઉ.વ.૨૧ વાળા ગત તા.૨૩-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે તળાવમાં નહાવા ગયેલ હોય તે દરમ્યાન તળાવમાં ડૂબી જતાં મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા (મી) પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
