મોરબી: મોરબીમાં જાહેર રોડ ઉપર ટ્રક ટેલરનુ પાછળના જોટાનુ એક વ્હીલ નીકળી મોટરસાયકલ સાથે અથડાતા બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. આ બનાવ અંગે બાઈક સવારે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવા મકનસર ગામે રહેતા અશોકભાઇ બહાદુરભાઈ સારલા (ઉ.વ.૪૪) એ આરોપી ટ્રક ટેલર નં – GJ-12-AZ-6162 વાળાના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૨૨-૧૦-૨૦૨૨ ના રોજ સવારના સાડા દશેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક ટેઇલર નંબર- GJ-12-AZ-6161 વાળુ જાહેર રોડ ઉપર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવતા તે ટેઇલરનુ ખાલી સાઇડના પાછળના જોટાનુ એક ટાયર ફાટતા તે ટાયર નીકળી ફરીયાદીના મોટરસાયકલ નંબર- GJ-36-AB-3596 વાળા સાથે અથડાતા ફરીયાદી તથા તેના સાથે દેવાભાઇ મોટરસાઇકલ સહીત નીચે રોડ ઉપર પડી જતા ફરીયાદી જમણા પગમાં સાથળના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા કરી તથા સાહેદ દેવાભાઇને સામાન્ય છોલછાલ જેવી ઇજા પહોંચાડી પોતાના હવાલાવાળુ ટેઇલર લઇ નાશી ગયો હતો. આ બનાવ અંગે અશોકભાઈએ આરોપી ટ્રક ટેલરના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો. કલમ-૨૭૯, ૩૩૭, ૩૩૮ તથા એમ.વી.એ. કલમ-૧૮૪, ૧૭૭, ૧૩૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી: મોરબી શહેરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ગરમીથી રાહત મળી રહે તે માટે દરેક વોર્ડમાં તાત્કાલિક કુલર મુકવા સામાજિક કાર્યકરોએ મોરબી સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશ કોટેચા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈએ મોરબી સિવિલ...
હળવદ તાલુકાના દીઘડીયા ગામે આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨૦ બોટલો સાથે એક ઈસમને હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના દીઘડીયા ગામે રહેતા આરોપી નરપતસિંહ કલ્યાણસિંહ ઝાલા (ઉ.વ.૩૯) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનમાં વેચાણ કરવાના ઈરાદાથી...