મોરબી: પાટીદાર કન્યા છાત્રાલય- મોરબી ખાતે તારીખ 25/10/2022 નેં મંગળવારના રોજ મોરબીના કડવા પાટીદાર પરિવારોનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાશે.
કોરોનાના બે વર્ષ દરમિયાન નવા વર્ષે પાટીદાર સમાજ નો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ન હોય આ વર્ષે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી, ઉમા મેડિકલ- મોરબી, તથા ઉમા સંસ્કારધામ (સમાજવાડી) લજાઈના ઉપક્રમે મોરબીમાં વસતા તમામ કડવા પાટીદારોનું સ્નેહમિલન 25 ઓક્ટોબરે સાંજે 4:30 કલાકે કડવા પાટીદાર કન્યા છાત્રાલય મોરબી ખાતે યોજાશે. જેમાં કુળદેવી મા ઉમિયાની સમૂહ આરતી કરી સૌ નૂતન વર્ષની એકબીજાને શુભકામનાઓ પાઠવશે. ત્યારે આ સ્નેહમિલન કાર્યક્રમમાં પધારવા કડવા પાટીદારોને આમંત્રણ પાઠવાયું છે. સ્નેહમિલન પૂર્ણ થયા બાદ અલ્પાહારનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
રોજગાર વિનિમય કચેરી- મોરબી દ્વારા આગામી તારીખ ૦૭/૦૩/૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ, ભડીયાદ રોડ, નઝરબાગ રેલવે સ્ટેશન પાસે, મોરબી ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને ઉમેદવારોની વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રમાં...
મોરબી તાલુકાના કાશા કોયલી ગામની સીમમાં ડેમની પાળ ઉપર યુવકની વાડીએ ચાર શખ્સો બેસવા માટે આવેલ ત્યારે બે શખ્સો ફોન પર ગાળો બોલતા યુવકે ગાળો બોલવાની ના પાડતાં આરોપીઓને સારૂં ન લાગતા યુવકને ચાર શખ્સોએ ઢીકાપાટુનો તથા લાકડી વડે મારમાર્યો હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી...
મોરબી શહેરમાં ઘરફોડ ચોરી કરતા તસ્કરો ફરી સક્રિય થયા છે ત્યારે મોરબીના શનાળા રોડ પર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ સતેશ્વર મહાદેવ મંદિરની પાસે પ્રૌઢના રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા જેમાં રહેણાંક મકાનમાંથી કુલ રોકડા તથા દાગીના સહિત રૂ. ૧૩ ,૪૦,૦૦૦ ના મત્તામાલની ચોરી કરી નાસી ગયા હોવાની સિટી...