મોરબી: માળીયા હળવદ હાઈવે પર ખાખરેચી ગામના પાટીયા પાસે કચ્છ તરફ જતી એસટી બસ પાણીના ટેન્કર પાછળ ઘુસી ગઈ
માળીયા હળવદ હાઈવે પર ખાખરેચી ગામના પાટીયા પાસે કચ્છ તરફ જતી ભુજ અમદાવાદ રૂટની એસટી બસ હાઈવે ઉપરના વૃક્ષોને પાણી આપતા ટેન્કર પાછળ ધડાકાભેર ઘુસી જતા સાતેક જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોચી હતી તો એસટી ડ્રાઈવર સાથે અન્ય એક મુસાફરને ગંભીર ઈજાઓ પહોંચતા મોરબી ખસેડ્યા હોવાનુ જાણવા મળ્યું છે

