સાંસદના હસ્તે ૩૨.૯૩ કરોડના ૧૨૭ કામોનું ઈ-ખાતમુહર્ત અને લોકાર્પણ કરાયું
સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા કક્ષાનો વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે ખાતમુહુર્ત-લોકાપર્ણનો કાર્યક્રમ યોજાયો હતો. વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત કરોડોના વિકાસકાર્યોના ખાતમુહુર્ત લોકાર્પણના કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં યોજાઈ રહ્યા છે. જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષ સ્થાને મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૩.૧૫ કરોડના ૫૧ કામોનું ખાતમુહુર્ત તથા ૧૯.૭૮ કરોડના ૭૬ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયાએ જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં તાજેતરમાં ૬૦૦ કરોડથી વધુના વિકાસ કામો મંજૂર થયા છે. છેવાડાના વિસ્તારો સુધી લોકોને સુખ સુવિધા કઈ રીતે પ્રાપ્ત થાય એના માટે ભુપેન્દ્રભાઈ પટેલની વડપણ હેઠળની રાજ્ય સરકાર સતત ચિંતિત છે.સિંચાઈ, ગટર વ્યવસ્થા, રોડ રસ્તા, વિજળી, શાળા વગેરે જેવી પ્રાથમિક સુવિધાઓથી ગામડાઓને સજ્જ બનાવવામાં આવી રહ્યા છે. આજે ડિજીટલ યુગના પ્રારંભ થકી દરેક લાભાર્થીના વિવિધ યોજનાઓના લાભ સીધા તેમના ખાતામાં જમાં થઈ જાય છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વણથંભી વિકાસયાત્રા થકી જ્યાં નજર કરો ત્યાં જન કલ્યાણના વિકાસ કાર્યો જ નજરે પડે છે. વધુમાં તેમણે આ વિકાસયાત્રામાં સૌને ભાગીદાર બનવા અપીલ કરી હતી.આ તકે સર્વે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબી જિલ્લાના વિવિધ વિભાગ હેઠળના ૩૨.૯૩ કરોડના ૧૨૭ વિકાસ કાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન જયંતિભાઈ પડસુંબિયાએ પ્રાસંગિક ઉદબોધન આપ્યું હતું. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલાએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું.આ પ્રસંગે સૌ ઉપસ્થિતોએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલો રાજ્યકક્ષાનો કાર્યક્રમ વર્ચ્યુઅલી નિહાળ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યા, મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારીયા, અગ્રણી દુર્લભજીભાઈ દેથરિયા, રાકેશભાઈ કાવર, કાનજીભાઈ ચાવડા સહિત જિલ્લાના પદાધિકારીઓ/અધિકારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
બે દિવસથી નદી વચ્ચે બેઠેલ મહિલાને 181 અભયમ ટીમે સુરક્ષિત બહાર લાવી સારવાર અર્થે 108 દ્વારા હોસ્પીટલ લઈ જવામાં આવ્યા
એક ત્રાહિત વ્યક્તિ નો કોલ આવેલ જેમાં ત્રાહિત વ્યક્તિ એ જણાવેલ એક બહેન સવાર ના મચ્છુ નદીની વચો વચ બેઠેલા છે જેથી બહેનની મદદ માટે 181 પર કોલ કરી ને...