વિશ્વાસ થી વિકાસયાત્રા કાર્યક્રમ અન્વયે જિલ્લાના અનેક વિકાસ કાર્યોના ખાતમુહુર્ત-લોકાર્પણ કરાશે
મોરબી ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના વિશ્વાસ થી વિકાસયાત્રા કાર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજ્યના છેવાડાના જરૂરિયાતમંદ લોકો સુધી સરકારી લાભો મળે તે માટે રાજ્ય સરકાર તરફ આગામી ૨૧ ઓક્ટોબરના રોજ સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે. જે અન્વયે મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સાંસદ મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને મોરબી માર્કેટીંગ યાર્ડ ખાતે યાજાનાર છે.
આ બેઠકમાં કલેકટર જી.ટી. પંડ્યાએ કાર્યક્રમમાં મંડપ, સ્ટોલ, સાધન સામગ્રી, એલ.ઇ.ડી. સ્ક્રીન, ફિલ્મ નિદર્શન, કાયદો અને વ્યવસ્થા સહિતની કામગીરી વિશે ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમનું સુચારું આયોજન થાય તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા નિવાસી અધિક કલેક્ટર એન.કે. મુછાર દ્વારા સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉપરાંત વિવિધ વિભાગના લોકાર્પણ અને ખાતમુહુર્તના કામો અન્વયે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી તેમજ વિવિધ વિભાગના અધિકારીઓને કાર્યક્રમ સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક એન.એસ.ગઢવી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, હળવદ પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, વાંકાનેર પ્રાંત અધિકારી શેરશિયા, જિલ્લા આયોજન અધિકારી જીજ્ઞેશભાઈ બગિયા, તાલુકા વિકાસ અધિકારી , મામલતદાર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મોરબીના લોકોને કોઈપણ સમયે ઇમરજન્સી રક્ત પૂરું પાડતું અને મોરબીની દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં તેમની સાથે રહીને અનેક સેવાઓ માટે ચર્ચામા રહેતું મોરબીનું યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગયકાલે 08/03/2025, એટલે કે વિશ્વ મહિલા દિવસ, જ્યારે આખું વિશ્વ અનેક રીતે મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે અને મુખ્યત્વે આ દિવસે, જ્યારે...