જન્મ દિવસ ની અનોખી ઉજવણી કરતા માળિયા મીયાણા તાલુકા ના અધ્યક્ષ હરદેવ કાનગડ
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માળિયા ના અધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના ઉપાધ્યક્ષ આહિર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ સહ કન્વીનર મોરબી જિલ્લાના હરદેવભાઈ કાનગડ જાજાસર શાળામાં ફરજ બજાવતા શ્રેષ્ઠ શિક્ષક તેમજ સામાજિક કાર્યકર્તા કાનગડ સાહેબ ના જન્મ દિવસ નિમિત્ત જાજાસર શાળા ના બાળકો ને શક્તિ માતાજી ના મંદિર પ્રવાસ કરાવી ને બટુક ભોજન કરાવી પોતાના જન્મ દિવસ ની ઉજવણી કરી સમાજ ને ઉતમ ઉદાહરણ પૂરું કરેલ છે બહોળી મિત્રો સર્કલ ધરાવતા લોકચાહના ધરાવનાર શિક્ષક મિત્રો દ્વારા અને સ્નેહીજનો દ્વારા જન્મ દિવસ ની શુભકામના આપવામાં આવી અને સેવાકીય પ્રવૃતિઓ સદા કરતા રહે તેવી શુભેચ્છાની ઢગલાબંધ શુભકામના સોશ્યલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી